તેણે પોસ્ટ કરીને કહ્યું કે હું આતુરતાથી નિકિતા રૉયની રાહ જોઈ રહ્યો છું
‘નિકિતા રૉય’
સોનાક્ષી સિંહાની સુપરનૅચરલ થ્રિલર ફિલ્મ ‘નિકિતા રૉય’ ૧૮ જુલાઈએ રિલીઝ થવાની છે ત્યારે તેને સલમાન ખાને ઉત્સાહપૂર્વક સપોર્ટ કર્યો છે અને પોસ્ટ કરીને કહ્યું છે કે હું આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
સોનાક્ષીએ ‘દબંગ’માં સલમાનની હિરોઇન બનીને કરીઅરની શરૂઆત કરી ત્યારથી તેમની વચ્ચે સારી મિત્રતા છે. આ કારણસર સલમાને ગુરુવારે સોશ્યલ મીડિયા પર ફિલ્મની ટીમ અને સોનાક્ષીને શુભેચ્છા આપવા માટે પોસ્ટ શૅર કરી હતી.
ADVERTISEMENT
‘નિકિતા રૉય’માં અર્જુન રામપાલ અને પરેશ રાવલ પણ છે. આ ફિલ્મ પહેલાં ૨૭ જૂને રિલીઝ થવાની હતી, પણ હવે આજે રિલીઝ થઈ છે.


