પત્ની કૅટરિના કૈફને આ રીતે બર્થ-ડે વિશ કર્યો વિકી કૌશલે
કૅટરિનાની કેટલીક અનસીન તસવીરો
બુધવારે કૅટરિના કૈફની ૪૨મી વર્ષગાંઠ હતી અને આ દિવસે પતિ વિકી કૌશલે સોશ્યલ મીડિયા પર પત્ની કૅટરિનાની કેટલીક અનસીન તસવીરો શૅર કરી છે અને સાથે મેસેજ લખ્યો છે કે ‘હેલો બર્થ-ડે ગર્લ! I લવ U’. આ તસવીરમાં કૅટરિના બહુ સુંદર અને ખુશ લાગી રહી છે.
ક્યા ખૂબ લગતી હો
ADVERTISEMENT
ગઈ કાલે મુંબઈમાં પોતાની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ની એક પ્રમોશનલ ઇવેન્ટમાં મૃણાલ ઠાકુર.
દીકરી-દીકરાની ફિલ્મ જોવા પહોંચ્યાં મમ્મી-પપ્પા
દીકરી સોનાક્ષી સિંહાની દીકરા કુશ સિંહાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘નિકિતા રૉય’ના મંગળવારે યોજાયેલા સ્ક્રીનિંગમાં શત્રુઘ્ન અને પૂનમ સિંહા.
રામાયણમાં સની દેઓલનો ક્લીન શેવ લુક?
સની દેઓલે હાલમાં ‘બૉર્ડર 2’નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે બ્રેક લઈને પહાડોમાં ફરવા માટે નીકળી ગયો છે. હાલમાં સનીએ પોતાની ટ્રિપની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે જેમાં તે ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો છે. સનીએ આ તસવીરો સાથે કૅપ્શનમાં લખ્યું છે કે ‘જીવન પર્વતની ટોચ પરથી પસાર થતો એક વળાંકવાળો રસ્તો છે - નવો દેખાવ, નવી દિશા.’
સનીનો આ લુક તેના કેટલાક ફૅન્સને નથી ગમ્યો પણ ચર્ચા છે કે સની ‘રામાયણ’માં હનુમાનજી તરીકે આ ક્લીન શેવ લુકમાં જ જોવા મળશે.
ખઝાનાના રિહર્સલમાં ઓસમાણ મીર
કૅન્સર અને થૅલેસેમિયાના દરદીઓને મદદરૂપ થવા માટેની ઇવેન્ટ ‘ખઝાના-અ ફેસ્ટિવલ ઑફ ગઝલ્સ’ આ વખતે ૧૮ અને ૧૯ જુલાઈએ યોજાશે. દર વર્ષે નરીમાન પૉઇન્ટ પર આવેલી ટ્રાઇડન્ટ હોટેલમાં યોજાતી આ ઇવેન્ટ માટે ગઈ કાલે અંધેરીમાં રિહર્સલ કરતાં અનુપ જલોટા, રેખા ભારદ્વાજ અને અન્યો સાથે ઓસમાણ મીર. તસવીર : સતેજ શિંદે

