તેમણે કહ્યું કે આ તો ખૂબ પીડા આપવાવાળું સ્ટેપ તું કરી રહ્યો છે
કાર્તિકનું કયું સ્ટેપ સલમાનને ભારે લાગ્યું હતું?
કાર્તિક આર્યને જણાવ્યું છે કે સલમાન ખાને તેને ‘કૅરૅક્ટર ઢીલા 2.0’ ગીતનાં સ્ટેપ્સને લઈને ચેતવ્યો હતો. ‘શહઝાદા’ ફિલ્મના આ ગીત માટે કાર્તિકે અઘરાં ડાન્સ સ્ટેપ્સ કર્યાં છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. એ ગીતનાં ડાન્સ સ્ટેપ્સ માટે સલમાને શું કહ્યું હતું એ વિશે કાર્તિકે કહ્યું કે ‘મને જ્યારે આ ગીત કરવાની તક મળી તો એ મારા માટે મોટી બાબત હતી. મારા માટે અને આખી ટીમ માટે તેમણે આપેલી શુભેચ્છા ખૂબ મહત્ત્વ ધરાવે છે. તેમણે આ ગીત માટે અમને ખૂબ સપોર્ટ આપ્યો હતો અને એ મોટી વાત છે. આ ગીત લોકોને પસંદ પડી રહ્યું છે. હું જ્યાં પણ જાઉં છું મને પૉઝિટિવ રિસ્પૉન્સ મળે છે. તેમનો ખૂબ આભાર કે તેમણે અમને સાથ આપ્યો. એ ગીતમાં નીચે બેસીને પાછળ જવાનું જે સ્ટેપ છે એના માટે તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે આ તો ખૂબ પીડા આપવાવાળું સ્ટેપ તું કરી રહ્યો છે. તેમણે આપેલા સપોર્ટનો હું દિલથી આભાર માનું છું.’


