આ ફિલ્મ અગાઉ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી અને હવે એને પોસ્ટપોન કરતાં ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે

કાર્તિક આર્યન
શાહરુખ ખાનની ‘પઠાન’ દેશ અને દુનિયામાં ધમાલ મચાવી રહી છે. એને જોતાં કાર્તિક આર્યનની ‘શહઝાદા’ને એક અઠવાડિયા માટે પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી અને હવે એને પોસ્ટપોન કરતાં ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે ક્રિતી સૅનન અને પરેશ રાવલ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને રોહિત ધવને ડિરેક્ટ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. હવે એ જોવું રહ્યું કે ‘શહઝાદા’ને બૉક્સ-ઑફિસ પર કેવો આવકાર મળે છે.