આ બન્નેની ‘શહઝાદા’ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
કાર્તિક આર્યન અને ક્રિતી સૅનને આગરામાં જઈને તાજ મહલની મુલાકાત લીધી હતી
કાર્તિકની કઈ વાત પર તેની મમ્મી ભડકી જાય છે
ADVERTISEMENT

કાર્તિક આર્યને જણાવ્યું છે કે એક વાત એવી છે જેથી તેની મમ્મી તેના પર ભડકી જાય છે. કાર્તિક હાલમાં આગરામાં તેની ફિલ્મ ‘શહઝાદા’ના પ્રમોશન માટે પહોંચ્યો છે. ત્યાંનું ફૂડ તો ફેમસ છે જ પરંતુ ત્યાંનાં પેઠાં પણ એટલાં જ લોકપ્રિય છે. કાર્તિકની મમ્મીને પેઠાં ખૂબ પસંદ છે. એથી કાર્તિકે પેઠાં ખરીદ્યાં છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિક આર્યને કૅપ્શન આપી હતી, ‘આગરા જઈને પેઠાં ન ખરીદ્યાં તો મમ્મી પાસેથી ઘણુંબધું સાંભળવા મળશે.’


