૨૦૨૬માં આ દિવસે બીજી ત્રણ મોટી મૂવી આવી રહી હોવાને કારણે બૅટલ ઓફ ગલવાન ત્યારે રિલીઝ થવાની શક્યતા બહુ ઓછી
સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’
સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ હાલમાં ચર્ચામાં છે. આ એક વૉર-ડ્રામા છે અને હાલમાં જ એનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે સલમાનના ફૅન ફિલ્મની રિલીઝ-ડેટ વિશે જાણવા તત્પર છે. સલમાનની ફિલ્મો સામાન્ય રીતે ઈદ પર રિલીઝ થાય છે, પણ ‘બૅટલ ઑફ ગલવાન’ ઈદ વખતે રિલીઝ થાય એની શક્યતા બહુ ઓછી છે.
‘બૅટલ ઑફ ગલવાન’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ફિલ્મની રિલીઝ-ડેટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘નિર્માતાઓ ફિલ્મને ઈદ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા નથી. ૨૦૨૬ની ૧૯ માર્ચે, ઈદ વખતે પહેલેથી જ ત્રણ ફિલ્મ રિલીઝ માટે નક્કી થઈ ગઈ છે; જેમાં યશની ‘ટૉક્સિક’, કૉમિક ફિલ્મ ‘ધમાલ 4’ અને સંજય લીલા ભણસાલીના રોમૅન્ટિક ડ્રામા ‘લવ ઍન્ડ વૉર’નો સમાવેશ થાય છે. જો કદાચ ‘લવ ઍન્ડ વૉર’ ઈદ પર રિલીઝ ન પણ થાય તો પણ બીજી બે ફિલ્મની રિલીઝ કન્ફર્મ છે. આ સંજોગોમાં સલમાન ‘બૅટલ ઑફ ગલવાન’ને ઈદ પર રિલીઝ કરવા નથી માગતો.’
ADVERTISEMENT
ઈદના સમયે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મો |
|
વૉન્ટેડ |
૨૦૦૯ |
દબંગ |
૨૦૧૦ |
બૉડીગાર્ડ |
૨૦૧૧ |
એક થા ટાઇગર |
૨૦૧૨ |
કિક |
૨૦૧૪ |
બજરંગી ભાઈજાન |
૨૦૧૫ |
સુલ્તાન |
૨૦૧૬ |
ટાઇગર ઝિંદા હૈ |
૨૦૧૭ |
રેસ 3 |
૨૦૧૮ |
ભારત |
૨૦૧૯ |
સિકંદર |
૨૦૨૫ |

