સેટ પરનો એ વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
‘ઍનિમલ’નું શૂટિંગ પૂરું થતાં બૉબી દેઓલને કિસ કરી રણબીરે
રણબીર કપૂરે તેની આગામી ફિલ્મ ‘ઍનિમલ’નું શૂટિંગ પૂરું થતાં બૉબી દેઓલને કિસ કરી હતી. સેટ પરનો એ વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં સેટ પર ટીમે સેલિબ્રેશન કર્યું હતું. એમાં કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપૂર અને રશ્મિકા મંદાના પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ બૉબી દેઓલે કહ્યું કે ‘સેટ પર જેટલો પણ સમય પસાર કર્યો છે એ અદ્ભુત રહ્યો છે. રણબીર જેવા ગ્રેટ કોસ્ટાર સાથે કામ કરવાની મજા આવી છે. ‘ઍનિમલ’ની આખી ટીમ સાથે કામ કરવાનો આનંદ આવ્યો છે. હું એક્સાઇટેડ છું અને ફિલ્મની રિલીઝને લઈને આતુર છું.’


