આ ફિલ્મને સંદીપ રેડ્ડી વંગા ડિરેક્ટ કરી રહ્યો છે

‘ઍનિમલ’ના રણબીરની ‘કબીર સિંહ’ સાથે સરખામણી
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘ઍનિમલ’નો લુક વાઇરલ થયો છે. લોકો એને શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ સાથે સરખામણી કરી રહ્યા છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વંગા ડિરેક્ટ કરી રહ્યો છે. જેણે અગાઉ ‘કબીર સિંહ’ પણ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં રણબીર સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. રણબીરની એક વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાં દેખાય છે કે રણબીર હૉસ્પિટલના બ્લુ યુનિફૉર્મમાં દેખાઈ રહ્યો છે અને લિફ્ટ તરફ જઈ રહ્યો છે. એમાં રણબીરની દાઢી અને વાળ વધેલાં છે. આ ક્લિપ વાઇરલ થતાં સૌકોઈ કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું કે ‘કઈ રીતે કોઈ ઍક્ટર ‘કબીર સિંહ’ના કૅરૅક્ટર સાથે મળતો આવી શકે? ‘કબીર સિંહ’ સાથે કોઈ કનેક્શન છે?’ અન્યએ લખ્યું કે ‘તે જાયન્ટ દેખાઈ રહ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તબાહી લોડિંગ હો રહી હૈ.’