Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં દશેરાના તહેવાર પર `RRR` સ્ટાર રામ ચરણે રાવણ દહન કર્યું, જુઓ વીડિયો

દિલ્હીમાં દશેરાના તહેવાર પર `RRR` સ્ટાર રામ ચરણે રાવણ દહન કર્યું, જુઓ વીડિયો

Published : 04 October, 2025 07:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ram Charan Performed Raavan Dahan: રાષ્ટ્રીય રાજધાનીના બાલાજી રામલીલા મેદાનમાં રાવણ દહન સમારોહમાં હાજરી આપીને ગ્લોબલ સ્ટાર રામ ચરણે પોતાની અદભુત હિન્દીથી બધાને પ્રભાવિત કર્યા.

દિલ્હીમાં દશેરાના તહેવાર પર `RRR` સ્ટાર રામ ચરણે રાવણ દહન કર્યું (સૌજન્ય: મિડ-ડે)

દિલ્હીમાં દશેરાના તહેવાર પર `RRR` સ્ટાર રામ ચરણે રાવણ દહન કર્યું (સૌજન્ય: મિડ-ડે)


રાષ્ટ્રીય રાજધાનીના બાલાજી રામલીલા મેદાનમાં રાવણ દહન સમારોહમાં હાજરી આપીને ગ્લોબલ સ્ટાર રામ ચરણે પોતાની અદભુત હિન્દીથી બધાને પ્રભાવિત કર્યા. પોતાની ફિલ્મ "RRR" માટે વિશ્વભરમાં ઓળખ મેળવનાર રામ ચરણને આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Midday Gujarati Entertainment (@gujaratimidday_entertainment)




પોતાના સંબોધનમાં, અભિનેતાએ કહ્યું કે ઉત્તર ભારતમાં તેમને જે અપાર પ્રેમ અને આદર મળ્યો છે તે ફક્ત ભગવાન રામની કૃપાને કારણે છે. તેમણે ઉમેર્યું કે ફિલ્મમાં તેમના પાત્ર, અલ્લુરી સીતારામરાજુનું નામ પણ રામ રાખવામાં આવ્યું હતું, અને આ બધું તેનું પરિણામ હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Midday Gujarati Entertainment (@gujaratimidday_entertainment)


પોતાના નામનો અર્થ સમજાવતા રામ ચરણ કહે છે, "મારું પૂરું નામ રામ ચરણ તેજા કોનિડેલા છે. તેનો અર્થ એ છે કે જે રામના ચરણોમાં છે, તે હનુમાન છે. હું ત્યાં રહું છું જ્યાં રામ છે. રામ તમારા બધામાં છે, અને તમે બધાએ મને બોલાવ્યો. હું તેના માટે અહીં આવ્યો છું."

તેમણે કહ્યું કે દક્ષિણથી આવવા છતાં, ઉત્તરમાં તેમને જે પ્રેમ મળ્યો છે તે ફક્ત તેમની ફિલ્મ અને દર્શકોના `મોટા હૃદય`ને કારણે છે.

`RRR` સ્ટારે આમંત્રણ અને સ્નેહ માટે ભગવાન રામ અને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો.

રામ ચરણ તેના ભાવનાત્મક અભિનય માટે જણાય છે. ‘મગધીરા’ થી ‘આર.આર.આર.’ સુધી, તેણે અનેક ફિલ્મોમાં પોતાની પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીત્યું છે. પરંતુ શું તમને ખબર છે કે રામ ચરણ પણ ફિલ્મો જોતા સહેજે ભાવુક થઈ જાય છે અને ક્યારેક તો રડી પણ પડે છે? હા, આ વાત ઘણા લોકોને ખબર નથી. તાજેતરમાં ઉપાસના કામિનેની કોનીદેલાએ રામ ચરણ વિશે અનેક મજેદાર અને રસપ્રદ વાતો શૅર કરી હતી, જે તેના વ્યક્તિગત જીવનની એક નવી બાજુ દર્શાવે છે. તેણે કહ્યું કે રામ ચરણ પરિવાર સાથે સમય પસાર કરવાનું બહુ પસંદ કરે છે અને હૉલિડેઝનું પ્લાનિંગ પોતે જ કરે છે. પરિવાર માટે ક્યાં જવું, શું કરવું અને કેવી રીતે સમય પસાર કરવો, આ બધું તે જાતે જ પ્લાન કરે છે. રામ ચરણ પરિવાર માટે વેકેશનનું આયોજન કરે છે! તે પરિવાર માટે ડેસ્ટિનેશન વેકેશનનું આયોજન કરવાની જવાબદારી પોતાના પર લે છે. સ્ક્રીન પર ભલે રામ ચરણ રફ એન્ડ ટફ પાત્રોમાં જોવા મળે, પરંતુ તેની વ્યક્તિગત જીવનમાં તે ખૂબ જ નરમ દિલના અને લાગણીશીલ છે. ઉપાસનાના જણાવ્યા મુજબ, જ્યારે તે કોઈ ભાવુક દૃશ્યવાળી ફિલ્મ જુએ છે, ત્યારે સહેલાઈથી તેમના આંખોમાં આંસુ આવી જાય છે. આ તેના સ્વભાવની કોમળ બાજુ છે, જે કદાચ ચાહકોને મોટા પડદા પર દેખાતી નથી. રામ ચરણ પોતાના પેટ ડૉગ ‘રાઈમ’ સાથે પણ અત્યંત લાગણીશીલ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2025 07:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK