રાજકુમાર રાવ બીજી ફિલ્મમાં જોવા મળશે, જેનું ટાઈટલ છે `વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો`. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો` થશે રિલીઝ
Vicky Vidya Ka Woh Wala Video: પાવર-પેક્ડ પરફૉર્મર રાજકુમાર રાવ આ દિવસોમાં `શ્રીકાંત` માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ એક બાયોગ્રાફી છે, જેમાં રાજકુમાર રાવ પ્રખ્યાત બિઝનેસમેન શ્રીકાંત બોલાના રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ થયું હતું, જેમાં રાજકુમાર રાવ અલયા ફર્નિચરવાલા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે રાજકુમાર રાવ બીજી ફિલ્મમાં જોવા મળશે, જેનું ટાઈટલ છે `વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો`. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો`માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ 16 એપ્રિલે જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવશે.
ADVERTISEMENT
રાજકુમાર રાવ સ્ટારર `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો` (Vicky Vidya Ka Woh Wala Video), જેમાં તૃપ્તિ ડિમરી પણ છે, દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ મોસ્ટર અવેઈટેડ ફિલ્મ, જે આ નવી જોડીને પહેલી વાર પડદા પર બતાવશે, દર્શકોને 90ના દાયકાની જૂની સ્મૃતિઓવાળી રોલરકોસ્ટર રાઈડ પર લઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઑક્ટોબરના રોજ રિલીઝ થશે. એક પરફેક્ટ મસાલા એન્ટરટટેઈનર તરીકે બનાવવામાં આવેલી આ ફિલ્મ `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો` કૉમેડી અને ડ્રામાનું એક પરફેક્ટ મિક્સ હોવાનું કમિટમેન્ટ કરે છે, જે દાયકાને 90ના દાયકાના ચાર્મ અને એનર્જીમાં ડુબાડી દે છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ રાજકુમા રાવની આગામી રિલીઝ - `શ્રીકાંત` અને `મિસ્ટર એન્ડ મિસિસ માહી`થી ખૂબ જ જૂદા પ્રકારની હશે.
સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મ `વિકી વિદ્યા કા વો વીડિયો`નું પોસ્ટર શેર કરતી વખતે, રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું, `રેટ્રો નોસ્ટાલ્જિયા ટ્રિપ માટે તૈયાર રહો. 11મી ઓક્ટોબર 2024ના રોજ આવશે. હું તમને `વિકી વિદ્યા કા વો વાલા વિડિયો`માં એક રસપ્રદ સફર પર લઈ જવા માટે ઉત્સાહિત છું.
View this post on Instagram
જ્યારે `શ્રીકાંત` એક બાયોપિક છે, `મિસ્ટર એન્ડ મિસિસ માહી` એક સ્પોર્ટ્સ ડ્રામા છે અને `વિકી વિદ્યા કા વો વાલા વીડિયો` એક આઉટ એન્ડ આઉટ કૉમેડી છે, જે દર્શકોને જૂની યાદોમાં લઈ જવા માટે તૈયાર છે. આ ત્રણ પ્રૉજેક્ટ્સે સૌથી શક્તિશાળી અભિનેતા રાજકુમારની અભિનય ક્ષમતા અને વર્સેટિલિટીને ચર્ચામાં લાવી દીધા.
આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર, વિપુલ ડી શાહ, અશ્વિન વર્દે અને રાજેશ બહલ, રાજ શાંડિલ્ય અને વિમલ લાહોટી વચ્ચે એક શાનદાર કોલેબરેશન છે. આમાં તૃપ્તિ ડિમરી પણ મુખ્ય ભૂમિકામાં છે.