Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૫૦૦ની નોટોથી બનેલો લાંબો હાર પહેરવા માટે વરે છત પર ચડવું પડ્યું

૫૦૦ની નોટોથી બનેલો લાંબો હાર પહેરવા માટે વરે છત પર ચડવું પડ્યું

30 April, 2024 10:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લાખો રૂપિયાની કિંમતનો હાર ૫૦૦-૫૦૦ની અસલી નોટોથી તૈયાર કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


અમુક લગ્નપ્રસંગમાં વરને ચલણી નોટોની બનેલી માળા પહેરાવવાની પરંપરા છે. આ માળા ક્યારેક નકલી નોટોની બનેલી હોય છે જેની લંબાઈ સામાન્ય વરમાળા જેટલી જ હોય છે. જોકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયોમાં વરના ગળામાં નોટોનો હાર અને તેની લંબાઈ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. કોઈ ઝાલર જેવી લાગતી આ વરમાળા એટલી લાંબી હતી કે દુલ્હાને છત પર ચડાવવામાં આવ્યો હતો. માળાનો એક છેડો વરના ગળામાં અને બીજો છેક સામેના ઘરની ઉપર ઊભેલી વ્યક્તિના હાથમાં હતો. આ લાખો રૂપિયાની કિંમતનો હાર ૫૦૦-૫૦૦ની અસલી નોટોથી તૈયાર કરવામાં આવ્યો હતો. કોઈકે આ વિડિયો જોઈને કમેન્ટ કરી હતી કે આ માળા દહેજમાં માગેલા રૂપિયાથી બનેલી છે?


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK