Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિહારમાં જમાઈબાબુ સાસુજીના પ્રેમમાં પડી ગયા તો સસરાએ જ બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં

બિહારમાં જમાઈબાબુ સાસુજીના પ્રેમમાં પડી ગયા તો સસરાએ જ બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં

30 April, 2024 10:18 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિકંદરની પત્નીનું મૃત્યુ થતાં તે સાસરે રહેવા આવ્યો હતો અને એ દરમ્યાન સાસુ ગીતાદેવી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બિહારના બાંકામાં બીજાં લગ્નનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે જેમાં એક યુવકને તેની સાસુ સાથે પ્રેમ થઈ જતાં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. છત્રપાલ પંચાયતના હીરમોતી ગાંવમાં સાસુ-જમાઈની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે અને સોશ્યલ મીડિયા પર એનો વિડિયો વાઇરલ થતાં નેટિઝન્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે. સિકંદરની પત્નીનું મૃત્યુ થતાં તે સાસરે રહેવા આવ્યો હતો અને એ દરમ્યાન સાસુ ગીતાદેવી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. સિકંદરના સસરાએ તેમને એક દિવસ રંગેહાથ પકડી લીધા અને એ મામલો તેઓ પંચાયતમાં લઈ ગયા. ગામની પંચાયતમાં જમાઈએ સાસુ પ્રત્યેનો પ્રેમ કબૂલ્યો અને જ્યારે ગામના લોકો અને ગીતાદેવીના પતિ સંમત થયા ત્યારે તેમણે જ પત્ની અને જમાઈનાં લગ્ન કરાવી આપ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:18 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK