Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Election 2024: મુંબઈની ઉત્તર પશ્ચિમ બેઠક માટે આખરે શિંદેજૂથે આ નેતાને આપી ઉમેદવારી

Lok Sabha Election 2024: મુંબઈની ઉત્તર પશ્ચિમ બેઠક માટે આખરે શિંદેજૂથે આ નેતાને આપી ઉમેદવારી

30 April, 2024 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી શિવસેનાના સત્તાવાર ઉમેદવાર તરીકે રવિન્દ્ર વાયકરના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.

રવીન્દ્ર વાયકરની ફાઇલ તસવીર

રવીન્દ્ર વાયકરની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. રવિન્દ્ર વાયકરે તાજેતરમાં જ ગયા મહિને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) છોડી હતી
  2. શિવસેનાના સત્તાવાર એક્સ હેન્ડલ પર શૅર કરવામાં આવી હતી
  3. ગજાનન કીર્તિકરની પીછેહઠ બાદ આ સીટ ખાલી હતી

મહાગઠબંધનમાં ઉત્તર પશ્ચિમની મુંબઈ લોકસભા (Lok Sabha Election 2024) મતવિસ્તાર બેઠક માટે છેલ્લા ઘણા વખતથી અણબનાવ ચાલી રહ્યો હતો. હવે આખરે આ બેઠ માટેનું કોકડું ઉકેલાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીમાંથી તાજેતરમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયેલા ભૂતપૂર્વ પ્રધાન રવિન્દ્ર વાયકરને ઉત્તર પશ્ચિમ મુંબઈથી ટિકિટ આપવામાં આવી છે. આ જોતાં હવે મહાવિકાસ આઘાડી વતી રવિન્દ્ર વાયકર ઠાકરેના શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે લડાઈ લડવાના છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે વાયકર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

આ સીટ માટે ઉમેદવારની શોધ ચાલુ જ હતી



લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી શિવસેનાના સત્તાવાર ઉમેદવાર તરીકે રવિન્દ્ર વાયકરના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. આ બાબતની માહિતી શિવસેનાના સત્તાવાર એક્સ હેન્ડલ પર શૅર કરવામાં આવી હતી. વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરની પીછેહઠ થઈ હતી ત્યારબાદથી આ પશ્ચિમ મુંબઈની સીટ માટે ઉમેદવારની શોધ ચાલુ જ હતી હવે ફાઇનલી તે સીટ પર ઉમેદવાર આવી જ ગયા છે.


આવો, જાણી લઈએ કે કોણ છે આ રવીન્દ્ર વાયકર? કયા કયા પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે આ ઉમેદવાર?

Lok Sabha Election 2024: તમને જણાવી દઈએ કે ઉમેદવાર રવિન્દ્ર વાયકર તાજેતરમાં જ ગયા મહિને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માંથી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. તેઓ મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. વર્ષ 1992થી તેઓ સતત ચાર વખત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા પણ છે. તે 2006થી 2010 સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. વર્ષ 2009માં રવિન્દ્ર વાયકરે વિધાનસભામાં એન્ટ્રી મારી હતી. તેઓ સતત ત્રણ વખત વિધાનસભામાં પણ ચૂંટાયા છે. 


આ સાથે જ વર્ષ 2014માં તેમને દેવેન્દ્ર ફડણવીસ સરકાર દરમિયાન આવાસ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રીનું પદ પણ સોંપવામાં આવ્યું હતું. તેમણે રત્નાગીરીના પાલક મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. હવે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.

આ કારણોસર ઇડીના રડારમાં હતા આ ઉમેદવાર

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર વાયકર જોગેશ્વરી પ્લોટ કૌભાંડ કેસને કારણે ઇડીના રડાર પર તો હતા જ. થોડા મહિનાઓ પહેલાં ઠાકરેની શિવસેનાને છોડીને તેઓ એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ ગયા હતા. વાયકરને લોકસભાની નોમિનેશન મળવાની પણ ચર્ચા ચાલી રહી હતી. આખરે આ બધી જ ચર્ચાઓનો અંત આવી ગયો છે. જોકે, શિવસેના શિંદે જૂથ દ્વારા થાણેથી લોકસભા (Lok Sabha Election 2024)ની ઉમેદવારી કોને મળશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી તે માટે રાહ જોવાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK