Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેરા બાપ ભી યે તેરે લિએ નહીં કરેગા

તેરા બાપ ભી યે તેરે લિએ નહીં કરેગા

25 April, 2024 05:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૈતાનમાં અજય દેવગને અગત્યનો રોલ આર. માધવનને આપ્યો એને પગલે તેની પત્ની સરિતાએ મહેણું મારેલું કે ...

અજય દેવગન , આર. માધવન

અજય દેવગન , આર. માધવન


અજય દેવગને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘શૈતાન’માં આર. માધવનને જે પ્રકારની તક મળી છે એનો તે આભારી છે. એને જોતાં આર. માધવનની વાઇફ સરિતા બિરજેએ તેની મસ્તી કરતાં કહ્યું હતું કે તારા પપ્પા પણ તારા માટે આટલું નહીં કરે. ‘શૈતાન’માં નેગેટિવ રોલમાં આર. માધવન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગને પણ ઍક્ટિંગ કરી હતી. આમ છતાં તેણે આર. માધવનને ફિલ્મમાં વધુ પર્ફોર્મ કરવાની તક આપી હતી. એને લઈને આર. માધવન કહે છે, ‘મારી લાઇફમાં મેં કદી પણ અજય દેવગન સર જેવા ઍક્ટર સાથે કામ નથી કર્યું. તેમની ઉદારતા, પોતાની જાત પર ગજબનો આત્મવિશ્વાસ અને ઉદારતાથી ભરેલો તેમનો સ્વભાવ જોઈને મને ચાર મહિનામાં તેમની પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું હતું. તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા. તેઓ ફિલ્મમાં સૌથી વધુ અગત્યનો રોલ લઈ શક્યા હોત. તેઓ પોતાને વધુ નિખારી શકાય એવી ભૂમિકા ભજવી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું નહીં. એના માટે તો હું અજય દેવગન સરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારી વાઇફ મને કહે છે કે તેરા બાપ ભી યે તેરે લિએ નહીં કરેગા. જોકે મારા પપ્પા મારા માટે આટલું તો જરૂરથી કરત. મારી વાઇફે તો આવું માત્ર કહેવા પૂરતું કહ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 05:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK