સેક્રેડ ગેમ્સ માટે નવાઝુદ્દીનની પ્રશંસા કરી પાઓલો કોએલ્હોએ
‘સેક્રેડ ગેમ્સ’માં નવાઝુદ્દીન સિદ્દીકીના કામની પ્રશંસા કરી છે પ્રખ્યાત લેખક પાઓલો કોએલ્હોએ. નવાઝુદ્દીનનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પાઓલોએ ટ્વીટ કર્યું હતું કે ‘આ નેટફ્લિક્સની સૌથી બેસ્ટ સિરીઝ છે. નવાઝુદ્દીન સિદ્દીકી ગ્રેટ ઍક્ટર છે.’
તેમના આ ટ્વીટ પર આભાર વ્યક્ત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ રિપ્લાય આપતાં ટ્વીટ કર્યું હતું કે ‘સર પાઓલો કોએલ્હો, મેં તમારી બુક ‘ધ અલ્કેમિસ્ટ’ વાંચી છે. સાથે જ તમારી નૉવેલ પર આધારિત ફિલ્મ ‘વેરોનિકા ડિસાઇડ્સ ટુ ડાઇ’ પણ જોઈ છે. હું હંમેશાંથી જ તમારા લેખનનો પ્રશંસક રહ્યો છું. મારા માટે આ એક સન્માનની વાત છે કે તમે મારી વેબ-સિરીઝ જોઈ અને મારા કામની પ્રશંસા કરી. મારી ફીલિંગને હું શબ્દોમાં ઢાળી નથી શકતો.’
ADVERTISEMENT
આ પણ વાંચો: હું સ્ટારડમ વિશે વધુ વિચાર કરતો નથી : અજય દેવગન