પોતાના સુકુમાર આચારથી મધુર વ્યક્તિત્વ ધરાવતા આવા સજ્જનને સૌ કોઈ વાંછે છે. આવા મહાન જ્યોતિર્ધરોના પ્રેમમાં ક્યાંય શરત નથી હોતી.
12 May, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઅર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર
12 May, 2025 07:02 IST | Mumbai | Alpa Nirmalન સ્મિત છે કે જે સરખાવું લાડલી સાથે, ન કોઈ વસ્ત્ર અહીં માના સાડલા જેવું- ડૉ. પ્રણય વાઘેલા
12 May, 2025 06:58 IST | Mumbai | Hiten Anandparaઆજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું
11 May, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે મા ભોમની રક્ષા કાજે જ્યારે હાકલ પડી ત્યારે કચ્છના માધાપર ગામની મહિલાઓ એક પળનો કે પોતાના જીવનોય વિચાર કર્યા વિના મેદાનમાં ઊતરી હતી: ઉપરથી પાકિસ્તાનનાં લડાકુ વિમાનો પસાર થાય અને નીચે ગભરાયા વિના વાયુસેનાની સાથે ખભેખભો મિલાવીને મહિલાઓએ રનવે તૈયાર કર્યો, જેના પરથી વાયુસેનાનાં વિમાનોએ ઉડાન ભરીને પાકિસ્તાનનો ખુડદો બોલાવી દીધો હતો: મિડ-ડેએ એ મહિલાઓ સાથે વાત કરી જેમણે રનવે તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી
12 May, 2025 07:00 IST | Gandhinagar | Shailesh Nayakભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તાણ વચ્ચે સીમા પારથી નાપાક હરકતો કરવામાં આવી રહી છે. પાડોશી દેશ સતત રાતનાં અંધારામાં ભારતીય સીમામાં ઘુસીને હુમલો કરી રહ્યું છે. શનિવારે કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં તે ભારતીય સ્થળો વિશે માહિતી આપી, જેને પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે શ્રીનગરથી માંડીને પંજાબ અને રાજસ્થાન, ગુજરાત સુધીના ઍરબેઝ સ્ટેશનને તો પાકિસ્તાને નિશાન બનાવ્યા જ હતા પણ સાથે જ સ્કૂલ અને હૉસ્પિટલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય સંરક્ષણ દળોએ નિષ્ફળ કરી દીધો.
11 May, 2025 06:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentઆમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
11 May, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે—ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે તેની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકી, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થયો—એવો કે ફરી ફરીને ખાવાનું મન થાય. એક કલાક સુધી તો પાણી પીવાનું પણ મન ન થયું—એટલો એનો સ્વાદ દાઢે રહી ગયો. આ મીઠાઈ સ્વાદમાં ગળી જાય છે પણ અતિશય મીઠી નથી લાગતી. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત સાથે આ મીઠાઈએ મને યાદગાર અને ‘એક નંબર’ના સ્વાદનો અનુભવ કરાવ્યો. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
10 May, 2025 06:27 IST | Surat | Gujarati Mid-day Online Correspondentએક નિર્ભય, ભાવનાત્મક અને ડાર્ક કૉમેડીથી ભરેલું નાટક જે આજના સમયમાં પુરુષત્વ, શોક અને અંદરના સંઘર્ષોને ઉઘાડે છે. “કલા એ સંવેદનશીલને આરામ આપવી જોઈએ અને આરામમાં રહેતા લોકોમાં વિચારો જગાવવા જોઈએ” – આ વિચારથી પ્રેરિત આ નાટક પુરુષોની લાગણીઓને ખુલ્લી રીતે રજૂ કરે છે. `3 મેન` ની વાર્તા બે સગાભાઈઓની છે, જે પોતાના પિતાના અવસાન પછી વર્ષો પછી ફરી મળે છે. આ ભેટમાં તેમના આત્મિક દુઃખ, ગુસ્સો અને અંદરના ઘાવ એક એક કરી ખુલતાં જાય છે. “પુરુષ તો રડે નહીં”, “પુરુષ દુઃખ ન અનુભવતા હોય” જેવા જૂના ધોરણોને આ નાટક તોડી નાંખે છે. અમત્યા અને અંકિત કહે છે કે આ વાર્તા રજૂ કરવા માટે તેમને 10 વર્ષ લાગ્યાં, પણ હવે એ રજૂ કરવાનો યોગ્ય સમય છે. આ નાટક NCPA મુંબઈ ખાતે યોજાતા `વસંત` થિયેટર મહોત્સવમાં રજૂ થવાનું છે, એવું અનુભવ આપનારો છે જે તમને હલાવી દેશે, વિચારોમાં મૂકી દેશે.
21 April, 2025 07:56 IST | Mumbai`ઓ વુમનિયા...!` નાટક દ્વારા દિગ્દર્શક સૌમ્ય જોશી અને અભિનેત્રી જિગ્ના વ્યાસ દર્શકોને એક અનોખા સફર પર લઈ જાય છે, હળવા હાસ્યભર્યા સંવાદોથી લઈને સમાજના કડવાશભરેલા સત્ય સુધી. આ સચોટ સંવાદમાં તેઓ નાટ્યપ્રેમ વિશે, અમદાવાદના ગુજરાતી થિયેટરના વધતા ગૌરવ વિશે અને એક કલાકારના જીવનમાં લાગણી, નિયમશિસ્ત અને પ્રતિબદ્ધતાના મહત્વ વિશે ખુલ્લા દિલથી વાત કરે છે. વસંત થિયેટર મહોત્સવ અંતર્ગત એનસીપીએ મુંબઈ ખાતે રજૂ થતું આ નાટક માત્ર એક રજૂઆત નથી, એ એક અર્ધપ્રતિબિંબ છે, એક ચળવળ છે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે.
21 April, 2025 07:50 IST | Mumbaiપત્ર મિત્રો એ પ્રેમ, લાગણીઓ અને પત્રોની અનોખી મુસાફરી છે – જે એ. આર ગુરનેના લોકપ્રિય નાટક `Love Letters` પર આધારીત ગુજરાતી નાટક છે. આ કથા આપણને ૪ દાયકાની પત્ર વ્યવહાર દ્વારા કલ્પના અને જવાહર વચ્ચેના સ્પર્શિય સંબંધ સુધી લઇ જાય છે – બે વ્યકિતઓ, જેઓ 1947માં જન્મેલા, જુદા જુદા દુનિયામાં મોટા થયેલા હોવા છતાં એકમેકથી ઊંડા રીતે જોડાયેલા છે. આ નાટકમાં આરજે દેવકી અને ચિરાગ વોરા જિંદગીના આ બે પાત્રોને ખૂબ લાગણીઓથી રજૂ કરે છે. તે પત્રલેખનના યુગની શાંતિભરેલી સુંદરતા, લાગણીઓની તાકાત અને ગુજરાતી રંગભૂમિની ચિરંજીવી માયાને જીવંત કરે છે. એનસિપીએ મુંબઈ ખાતે યોજાતી `વસંત` રંગોત્સવની ભાગરૂપે રજૂ થતું `પત્ર મિત્રો` માત્ર નાટક નથી – તે યાદોની ઉજવણી છે, લાગણીઓના પળોની વાર્તા છે અને પ્રેમને જીવિત રાખનારા પત્રોનો મોહ છે.
21 April, 2025 07:44 IST | Mumbaiઅભિનેતા કૃત્તિકા દેસાઈ અને મહુલ બૂચ ગુજરાતી થિયેટર માટેની પોતાની લાગણીને લઈને એક વાતચીતમાં ઘણા ખુલાસો કરે છે. તેમની નવીનતમ નાટક `એકલવ્ય` વિશે તેઓ કોલેજના નાટ્ય દિવસોથી લઈને વ્યાવસાયિક મંચ સુધીની સફર શૅર કરે છે. ગુરુઓ પાસેથી મળેલા સંસ્કાર આજે પણ તેમનાં જીવનનો માર્ગદર્શક બનેલા છે. તેમનું માનવું છે કે નવી પેઢીએ પણ લાઈવ થિયેટરનો અનુભવ જરૂર કરવો જોઈએ. એ અભિનય વિશે નથી, એ ભાવના, હેતુ અને વારસાને આગળ વધારવાની વાત છે. `એકલવ્ય` નાટક એનસિપીએ મુંબઈ દ્વારા આયોજિત રંગભર્યા ગુજરાતી નાટ્ય મહોત્સવ `વસંત`નો ભાગ છે. આવા પ્રતિષ્ઠિત મંચનો હિસ્સો બનવું કૃત્તિકા અને મહુલ માટે ઘણું ખાસ રહ્યું, કારણકે આ મંચે તેમનાં સંદેશને વિશાળ અને વિવિધ દર્શકો સુધી પહોંચાડ્યું.
21 April, 2025 07:39 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT