હું સ્ટારડમ વિશે વધુ વિચાર કરતો નથી : અજય દેવગન

Published: Sep 16, 2019, 11:44 IST

અજય દેવગનનું કહેવું છે કે તે સ્ટારડમ વિશે વધુ વિચારતો નથી. ૧૯૯૧માં આવેલી ‘ફૂલ ઔર કાંટે’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અજય દેવગન હાર્ડ વર્કને વધુ મહત્ત્વ આપે છે.

અજય દેવગનનું કહેવું છે કે તે સ્ટારડમ વિશે વધુ વિચારતો નથી. ૧૯૯૧માં આવેલી ‘ફૂલ ઔર કાંટે’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અજય દેવગન હાર્ડ વર્કને વધુ મહત્ત્વ આપે છે. આ વિશે જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે મારી લાઇફમાં મારે વધુ સ્ટ્રગલ નથી કરવી પડી. દરેક વસ્તુ સમયસર પાર પડી છે. મારી જર્ની દ્વારા મને એક બાબત શીખવા મળી છે કે સખત મહેનત કરવી જોઈએ. હું સફળતાથી અંજાઈ નથી જતો અને નિષ્ફળતાથી નાસીપાસ નથી થતો.’

આ પણ વાંચો: દ્વારકાના જગત મંદિરમાં કંગના રણૌતે ફોટો પડાવતા વિવાદ

સ્ટારડમ વિશે પૂછવામાં આવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘હું એના વિશે વધુ નથી વિચારતો. હું એની પરવા નથી કરતો. હું વધારે બહાર નથી જતો અને મારા પાવરનો દેખાડો નથી કરતો. મને લાગે છે કે કાજોલ અને હું અમે બન્ને એને વધુ મહત્ત્વ નથી આપતાં. અમે અમારી દુનિયામાં ખુશ છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK