લાંબા સમય બાદ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે
ફાઈલ તસવીર
અજય દેવગણ અને અમિતાભ બચ્ચનના ફૅન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. ઘણા વર્ષો બાદ આ બંને અભિનેતા સાથે કામ કરશે. અજય દેવગણ છેલ્લે બિગ બી સાથે 7 વર્ષ પહેલાં પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'માં દેખાયો હતો.
હવે અજય ડાયરેક્ટર તરીકે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'મેડે'માં કામ કરશે. તેમ જ ફિલ્મમાં અજય પાયલટના રોલમાં પણ છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ડિસેમ્બરમાં શરૂ થશે. અજય અને અમિતાભ અગાઉ 'મેજર સાહબ’, 'ખાકી' અને 'સત્યાગ્રહ'માં સાથે દેખાયા હતા. આ ફિલ્મ આ બંને દિગ્ગ્જની જોડીની ચોથી ફિલ્મ છે.
ADVERTISEMENT
BIGGG NEWS... #AjayDevgn to direct #AmitabhBachchan... An edge-of-the-seat human drama... Titled #Mayday... #Ajay is playing a pilot in the film... Remaining cast under finalisation... Produced and directed by #AjayDevgn... Starts this Dec in #Hyderabad. pic.twitter.com/N8vhHt1cnW
— taran adarsh (@taran_adarsh) November 7, 2020
અગાઉ અજય દેવગણ 'શિવાય' ફિલ્મ ડાયરેક્ટ કરી છે. હાલ અજય દેવગણ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પણ અજય એરફોર્સના પાયલટના રોલમાં છે. બિગ બી હાલ 'કૌન બનેગા કરોડપતિ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ પહેલાં અજય દેવગણે અમિતાભના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'મેજર સાહબ'ના અમુક સીન ડાયરેક્ટ કર્યા હતા. તે સમયે ડિરેક્ટર ટીનુ આનંદ અને અમિતાભ વચ્ચે મતભેદ થઇ ગયો હતો અને ટીનુ ફિલ્મ છોડીને જતા રહ્યા હતા. રાજકારણમાંથી પરત આવ્યા બાદ બિગ બી માટે આ ઘણી મહત્ત્વની ફિલ્મ હતી. ઓછા બજેટમાં તે ફિલ્મ પૂરી કરવા ઇચ્છતા હતા, આવામાં અજયે ડિરેક્શનની ઈચ્છા અમિતાભ સામે રાખી હતી. ત્યારબાદ પોતાના મિત્રોની મદદથી અજયે બાકીનું શૂટિંગ પૂરું કર્યું હતું.