આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનાં શાહી લગ્ન થયાં હતાં. લગ્ન બાદ નવી દુલ્હન સૌપ્રથમ તેના હાથે મીઠી વાનગી બનાવીને પરિવારને જમાડે છે.
કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણીએ લગ્ન બાદ કિચનમાં પગ નથી મૂક્યો. એટલે કે તેણે હજી સુધી રસોઈ નથી બનાવી. આ વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેનાં શાહી લગ્ન થયાં હતાં. લગ્ન બાદ નવી દુલ્હન સૌપ્રથમ તેના હાથે મીઠી વાનગી બનાવીને પરિવારને જમાડે છે. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે લગ્ન બાદ કિચનમાં સૌપ્રથમ શું બનાવ્યું હતું. તો હસતાં-હસતાં કિયારાએ કહ્યું કે ‘કુછ નહીં બનાયા અબ તક. પાની ગરમ કિયા હોગા. એ બાબતમાં હું લકી છું કેમ કે મારા પતિને રસોઈ બનાવવી ગમે છે. એથી મોટા ભાગે તે પોતાના માટે કાંઈક ને કાંઈક બનાવી લે છે અને એમાંથી હું ખાઈ લઉં છું. તે બ્રેડ ખૂબ સરસ બનાવે છે. બ્રેડ બનાવવી અઘરી છે, પરંતુ તે ખૂબ સરસ રીતે બનાવી લે છે.’


