કૅટરિના કૈફ રિલૅક્સ થવા ઑસ્ટ્રિયા પહોંચી ગઈ છે
કૅટરિના કૈફ
કૅટરિના કૈફે તાજેતરમાં મહાકુંભમાં હાજરી આપી હતી અને હવે તે ઑસ્ટ્રિયાના એક મેડિકલ રિસૉર્ટમાં પહોંચી ગઈ છે. હાલમાં કૅટરિનાએ સોશ્યલ મીડિયા પર પોતાની અને રિસૉર્ટની સુંદર તસવીરો શૅર કરી છે. કૅટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ઑસ્ટ્રિયાની જે તસવીરો શૅર કરી છે એમાં બરફીલી પહાડીઓ અને તળાવની ઝલક જોવા મળે છે. આ તસવીરો સાથે કૅટરિનાએ કૅપ્શન લખી છે, ‘આ જગ્યાની અદ્ભુત શાંતિ અને સુંદરતા મને હંમેશાં આશ્ચર્યચકિત કરે છે. તળાવમાં બરફ પીગળવાના અવાજ સાથે બરફથી ઢંકાયેલા પહાડની સહેલ. સમય ખરેખર સ્થિર થઈ જાય છે અને મને આવી સ્પષ્ટ પળોની મજા માણવાનું ગમે છે. આ જાદુઈ અનુભવ છે.’


