આ ફિલ્મમાં શાહરુખ સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ કામ કરી રહ્યાં છે.
કૅટરિના કૈફ
‘ઝોયા’ એટલે કે ટાઇગર ફ્રૅન્ચાઇઝીની કૅટરિના કૈફે તેના ફૅન્સને એક સ્પેશ્યલ મિશન આપ્યું છે. શાહરુખ ખાનની ‘પઠાન’ આજે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ કામ કરી રહ્યાં છે. આ વિશે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર કૅટરિનાએ પોતાનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘મારો ફ્રેન્ડ ‘પઠાન’ ખૂબ ખતરનાક મિશન પર છે. આ ફિલ્મ વિશે તમે કંઈ પણ ઇન્ફર્મેશન જાહેર ન કરતા, કારણ કે એ નૅશનલ સિક્યૉરિટીનો સવાલ છે. તમે બધા હવે આ ક્લાસિફાઇડ મિશનનો પાર્ટ બની ગયા છો. – ઝોયા.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)