Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pathaanમાં શાહરુખને બચાવવા પહોંચ્યો સલમાન, કરણ અર્જુન દેખાયા એકસાથે, જુઓ

Pathaanમાં શાહરુખને બચાવવા પહોંચ્યો સલમાન, કરણ અર્જુન દેખાયા એકસાથે, જુઓ

25 January, 2023 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પઠાન (Pathaan) રિલીઝ થતાં જ એક નવો ખુલાસો થયો છે. શાહરુખ ખાન (Shah Rukh Khan)ની પઠાનમાં અર્જુનને બચાવવા કરણ એટલે કે ભાઈજાન સલમાન ખાન (Salman Khan) પહોંચ્યાં.

તસવીર સૌજન્ય: સાલ્વી ટ્વિટર અકાઉન્ટ

તસવીર સૌજન્ય: સાલ્વી ટ્વિટર અકાઉન્ટ


શાહરૂખ ખાન(Shah Rukh Khan), જોન અબ્રાહમ (John Abraham) અને દીપિકા પાદુકોણ( Deepika Padukone)ની પઠાન (Pathaan Release)પ્રજાસત્તાક દિવસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચારેબાજુ પઠાણનો ધમધમાટ અને ઘોંઘાટ જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો (Pathaan First Day First Show) જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. પઠાનને જોવા ગયેલા દર્શકોની મજા બમણી થઈ ગઈ જ્યારે તેઓએ ટાઈગરને શાહરૂખ ખાન સાથે જોયો. હા, `પઠાન` (Pathaan)સાથે ટાઈગર એટલે કે સલમાન ખાન (Salman Khan)ની એક ઝલક પણ જોવા મળી હતી. જેને જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.

ટ્વિટર પર #Pathaan, #bhaijaan, #salmankhan, #KisiKaBhaiKisiKiJaan થી લઈને #Tiger સુધીના હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. શાહરૂખ ખાનના `પઠાન`ને જોવા ગયેલા ચાહકોને જ્યારે સિનેમા હોલમાં સલમાન ખાન (Salman Khan)નો કેમિયો જોવા મળ્યો ત્યારે  તેમની ખુશીનો પાર ન રહ્યો. સ્ક્રીન પર બંનેને સાથે જોઈ લોકોને કરણ-અર્જુન યાદ આવી ગયા. 

નોંધનીય છે કે દિવાળી પર સલમાન ખાનની` ટાઇગર 3` (Salman Khan Tiger 3) દિવાળી પર થિયેટરોમાં રિલીઝ થવાની છે. પઠાનને જોવા ગયેલા ફેન્સને સલમાન ખાન તરફથી બે મોટા સરપ્રાઈઝ મળ્યા છે. પ્રથમ, તે શાહરૂખ ખાન સાથે એક્શન સીન કરતો જોવા મળ્યો હતો અને બીજું, દર્શકોએ સિનેમા હોલમાં `કિસી કા ભાઈ કિસી કી જાન` (kisi ka Bhai Kisi ka Jaan)નું ટીઝર પણ જોયું હતું. સલમાન ખાનની આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: તમારા સુધી પહોંચી દીપિકાની પેસ્ટ્રી, Pathaan ફિલ્મ રિલીઝ થતાં કર્યુ આ કામ

ઉલ્લેખનીય છે કે પઠાન ફિલ્મ પ્રિમિયરમાં સલમાન અને શાહરુખ ખાન સામે જોવા મળ્યા હતાં. જાવેદ જાફરીના દીકરા મીઝાન જાફરીએ એક ફોટો શૅર કર્યો છે, જેમાં ‘પઠાન’ અને ‘ટાઇગર’ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં સલમાન ઑલિવ ગ્રીન સૂટ અને શાહરુખ બ્લૅક કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરીને મીઝાને કૅપ્શન આપી હતી, ‘પઠાન થિયેટર્સમાં જોવા મળશે.’

આ પણ વાંચો: કોણ છે શાહરુખ ખાન? CM હિમંત બિસ્વા સરમાના આ નિવેદન બાદ SRKએ 2 વાગે કર્યો ફોન

શાહરુખ ખાનની ‘પઠાન’એ તોડ્યો ‘વૉર’નો રેકૉર્ડ
શાહરુખ ખાનની ‘પઠાન’એ હૃતિક રોશનની ‘વૉર’નો રેકૉર્ડ તોડ્યો છે. આ ફિલ્મની ઇન્ડિયામાં ૮ લાખ ટિકિટ બુક થઈ છે અને દુનિયાભરમાં લગભગ ૧૦ લાખથી વધુ ટિકિટનું ઍડ્વાન્સ બુકિંગ થયું છે. ઇન્ડિયામાં ૮ લાખ છે એમાંથી ૪.૧૯ લાખ ટિકિટ ફક્ત પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસની થઈ છે. આ ત્રણ ચેઇનમાં અગાઉ સૌથી વધુ કોઈ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ થયું હોય તો એ છે હૃતિકની ‘વૉર’. આ ફિલ્મની અગાઉ ૪.૧૦ લાખ ટિકિટ બુક થઈ હતી જેની સામે શાહરુખની ૪.૧૯ લાખ ટિકિટ બુક થઈ છે. જોકે આ આંકડો સોમવાર સુધીનો હતો એથી મંગળવારે જે બુકિંગ થયું હશે એ અલગ. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પહેલા દિવસે ૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે એવી આશા રાખવામાં આવી રહી છે. આ સાથે જ બે દિવસમાં ફિલ્મ ઇન્ડિયાની દરેક ભાષા મળીને ૧૦૦ કરોડની ક્લબમાં પહોંચે એવી આશા છે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK