° °

આજનું ઇ-પેપર
Tuesday, 31 January, 2023


Pathaan ફિલ્મ રિલીઝ થતાં દીપિકાએ કર્યુ આ કામ, તમારા સુધી પહોંચી પેસ્ટ્રી  

25 January, 2023 12:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પઠાન(Pathaan) ફિલ્મ રિલીઝ થતાં અભિનેત્રીએ દીપિકાએ પાદુકોણ(Deepika Padukone)ના ચાહકોએ કહ્યું કે આખરે મોં મીઠું કરાવ્યું.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

બૉલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તેની એક્શન થ્રિલર ફિલ્મ `પઠાણ` (Pathaan) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દીપિકા પાદુકોણ(Deepika Padukone)આ ફિલ્મમાં પહેલીવાર મોટા પડદા પર એક્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મનો રિલીઝ (Pathaan Release) દિવસ દરેક અભિનેતા માટે ખાસ હોય છે, તેથી દીપિકાએ પણ આ દિવસને ખાસ બનાવવા માટે એક કામ કરી પોતાની જાતને ટ્રીટ આપી છે. દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને જોઈને તેના ફેન્સના મોઢામાં પાણીમાં આવી ગયું છે. રિલીઝની સાથે જ દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર ચોકલેટ કેક અને પેસ્ટ્રીની તસવીર શેર કરીને ચાહકોનું મોં મીઠું કરી દીધું છે.

દીપિકા પાદુકોણની આ તસવીરમાં ચોકલેટ સીરપ સાથે `ગુડ લક ફોર પઠાણ` (Good Luck For Pathaan)લખવામાં આવ્યું છે. ફોટોમાં પેસ્ટ્રીઝ, આઈસ્ક્રીમ, કેક અને ગાજર પુડિંગ જોવા મળી રહ્યું છે. આ અંગે કોમેન્ટ કરીને ફેન્સ દીપિકાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `રિલિઝ સાથે દીપિકાએ વહેલી સવારે ચાહકોના મોં મીઠા કરાવી દીધા છે.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ પણ વાંચો: કોણ છે શાહરુખ ખાન? CM હિમંત બિસ્વા સરમાના આ નિવેદન બાદ SRKએ 2 વાગે કર્યો ફોન

ફિલ્મ `પઠાણ`માં દીપિકા પાદુકોણ એક સ્પેશિયલ એજન્ટનું પાત્ર ભજવી રહી છે જે દેશની રક્ષા માટે શાહરૂખ ખાન (Shah Rukh Khan)સાથે મળીને કામ કરશે. હવે જોવાનું એ રહેશે કે દીપિકા પાદુકોણનો એક્શન અવતાર દર્શકોને પસંદ આવે છે કે નહીં. દીપિકાના કરિયરની વાત કરીએ તો દીપિકા પાદુકોણની 2018માં રિલીઝ થયેલી છેલ્લી હિટ ફિલ્મ `પદ્માવત` કહી શકાય. ગણતંત્ર દિવસના અવસર પર ફિલ્મ `પદ્માવત` પણ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ પછી રિલીઝ થયેલી દીપિકાની તમામ ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. દીપિકા પાદુકોણ છેલ્લે અનન્યા પાંડે, સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે ફિલ્મ `ગેહરૈયાં`માં જોવા મળી હતી. આવનારા સમયમાં દીપિકા પાસે હૃતિક રોશન સાથેની ફિલ્મ `ફાઈટર`, અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ `ધ ઈન્ટર્ન` સહિત ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. દીપિકા પાદુકોણ ફિલ્મ `ફાઇટર`માં પણ એક્શન કરતી જોવા મળશે.

25 January, 2023 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સુશાંત સિંહ રાજપૂતને લઈને કઈ વાતનો વસવસો છે અનુરાગને?

૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડનું કારણ હજી સુધી જાણી નથી શકાયું

31 January, 2023 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘પઠાન’ના જોશને જોતાં ‘શહઝાદા’ થઈ પોસ્ટપોન

આ ફિલ્મ અગાઉ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી અને હવે એને પોસ્ટપોન કરતાં ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે

31 January, 2023 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા

આ ફિલ્મનું પોતાના ભાગનું શૂટિંગ જ્યોતિકાએ પૂરું કરી લીધું છે

31 January, 2023 04:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK