સર્કલ નામની આ ફિલ્મ દશેરાએ રિલીઝ થવાની ચર્ચા છે
કંગના રનૌત અને આર. માધવન
ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ અને એની સીક્વલ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં શાનદાર કેમિસ્ટ્રી બતાવી ચૂકેલાં કંગના રનૌત અને આર. માધવન હવે ફરી એક વાર સાયકોલૉજિકલ થ્રિલર ‘સર્કલ’માં સાથે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ દશેરાના સમયગાળામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ડિરેક્ટર એ. એલ. વિજયની આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
‘સર્કલ’નું શૂટિંગ ચેન્નઈ, ઊટી, જયપુર અને હૈદરાબાદ જેવી વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ એક સાયકોલૉજિકલ થ્રિલર છે જેમાં સસ્પેન્સનાં સ્તર ધીમે-ધીમે ખૂલશે. આ ફિલ્મના ક્લાઇમૅક્સ સીનનું શૂટિંગ હૈદરાબાદમાં થયું છે.


