જૉન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી પહેલીવાર સાથે કામ કરશે, બંને ગેંગસ્ટર બનશે
જૉન અને ઈમરાશ સાથે જોવા મળશે
બોલીવૂડ સ્ટાર જૉન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી પહેલીવાર ફિલ્મી પરદે સાથે જોવા મળશે. ફિલ્મ ડિરેક્ટર સંજય ગુપ્તાની આગામી ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મમાં બન્ને સાથે જોવા મળશે. જૉન અબ્રાહમ અન ઈમરાન હાશ્મી આ પહેલા પણ ગેંગ્સ્ટરનો રોલ કરી ચૂક્યા છે.
ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મ લઇને આવી રહ્યા છે સંજય ગુપ્તા
ADVERTISEMENT
હાલ આ ફિલ્મ વિશે કોઈ પણ વધુ જાણકારી આપવામાં આપવામાં નથી આવી. ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તાએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જૉન અબ્રાહમ સાથે મારી ત્રીજી ફિલ્મ છે જ્યારે ઈમરાન હાશ્મી મારી સાથે પહેલી વાર કામ કરી રહ્યા છે. બન્ને જોડે સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. હું હમેશા તેમની સાથે કામ કરવા ઈચ્છતો હતો અને ગેંગ્સ્ટર ડ્રામા જે મારી ફિલ્મનો બેઝ છે અને ફરી એકવાર ગેંગ્સ્ટર ડ્રામા બેઝ ફિલ્મ લઈને આવી રહ્યો છે.
આ પણ વાંચો: સલમાને માલ્ટામાં ક્લિક કરેલો ફોટો શૅર કર્યો સુનીલ ગ્રોવરે
ઉલ્લેખનીય છે કે, જૉન અબ્રાહમ આ પહેલા શૂટ આઉટ એટ વડાલામાં માન્યા સુર્વેના રોલમાં ગેંગ્સ્ટર તરીકે દેખાઈ ચૂક્યો છે. આ સિવાય ઈમરાન હાશ્મીએ પણ ગેંગ્સ્ટર તરીકે ઘણી ફિલ્મો કરી છે. ઈમરાન હાશ્મી જન્નત, ગેંગ્સ્ટર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, જેવી મોટી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. આ સિવાય પણ ઈમરાન ફૂટપાથ જેવી ફિલ્મોમાં ગેંગ્ટસ્ટર તરીકે જોવા મળ્યો હતો.