જાન્હવી કપૂરે જિમમાં જઇને વહાવ્યો પસીનો, બતાવ્યા પોતાના ટોન્ડ એબ્સ
ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે આજે જિમમાં વર્કઆઉટ કરતાં પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં જાન્હવી કપૂરે બ્લૂ કલરના જિમ શૉર્ટ્સ અને એક કાળા કલરની બ્રાલેટ પહેરી છે. તે જિમમાં વર્કઆઉટ કરી રહી છે અને તેના ટોન્ડ એબ્સ દેખાય છે. જાન્હવી કપૂરે ઇશાન ખટ્ટર સાથે સશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધડક સાથે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી. બોલીવુડમાં એન્ટ્રી કરતાં પહેલાથી જાન્હવી કપૂરની એક ફેન-ફૉલોઇંગ હતી.
તે ઘણીવાર પોતાની મા અને અભિનેત્રી શ્રીદેવી અને પિતા બોની કપૂર સાથે સ્પૉટ કરવામાં આવતી હતી. જાન્હવી કપૂરને ઘણીવાર જિમ કે પિલાટે ક્લાસની બહાર પાપારાઝી દ્વારા સ્પૉટ કરવામાં આવે છે. જાન્હવી ક્યારે પણ પોતાનું વર્કઆઉટ ચૂકતી નથી અને એક કડક ફિટનેસ રિઝીમ ફૉલો કરે છે.
ADVERTISEMENT
આજે જાન્હવી કપૂરે જિમમાં વર્કઆઉટ કરતા પોતાની એક તસવીર શૅર કરી છે. જાન્હવીએ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. જાન્હવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો માટે તસવીરો અને વીડિયો શૅર કરવાનું પસંદ કરે છે.
તાજેતરમાં જ તેણે પોતાના ચાહકો માટે એક તસવીર પણ શૅર કરી હતી કે તે રાતના જમણમાં શું ખાઇ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી કપૂરે તાજેતરમાં ફિલ્મ દોસ્તાના 2નું પંજાબ શેડ્યૂલ કાર્તિક આર્યન અને લક્ષ્મણ સાથે પૂરું કર્યું છે. દોસ્તાના 2 જૉન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ દોસ્તાનાની સીક્વલ છે.
આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ
જાન્હવી રૂહી અફઝામાં રાજકુમાર રાવ સાથે અને ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લમાં પણ દેખાશે. આ ફિલ્મ ગુંજન સક્સેનાના જીવનથી પ્રેરિત છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ છે. તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ દેખાશે. જાન્હવી કપૂર તાજેતરમાં પોતાની બહેન ખુશી કપૂર સાથે પણ સ્પૉટ કરવામાં આવી હતી.