જાહ્નવી કપૂર અને શિખર પહારિયાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
જાહ્નવી કપૂર અને શિખર પહારિયા
જાહ્નવી કપૂર અને શિખર પહારિયાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ પ્રેમી જોડી હાલમાં લંડનમાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. હાલમાં આ બન્નેનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં જાહ્નવી અને શિખર કોઈ પણ ડર કે સંકોચ વિના હાથ પકડીને રસ્તા પર ચાલતાં જોવા મળે છે.
જાહ્નવી અને શિખર ઘણા સમયથી સાથે છે અને હંમેશાં એકબીજાને સપોર્ટ કરે છે. જાહ્નવી પણ હવે શિખર પ્રત્યેનો પોતાનો પ્રેમ છુપાવતી નથી. બન્ને જ્યારે લંડનના રોડ પર ખુલ્લંખુલ્લા રોમૅન્સ કરી રહ્યાં હતાં ત્યારે તેમના એક ફૅને ગુપચુપ આ વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે જે વાઇરલ થયો છે.


