કાન ફેસ્ટિવલનો વિડિયો વાઇરલ થયા પછી આવી ચર્ચા શરૂ થતાં સહકલાકાર વિશાલ જેઠવાએ કરી સ્પષ્ટતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા તેમની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના પ્રીમિયરમાં હાજરી આપવા ગયાં હતાં. આ પ્રીમિયરનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે જેમાં જાહ્નવી રેડ કાર્પેટ પર ઈશાને સપોર્ટ માટે આગળ કરેલો હાથ ન પકડીને જાહેરમાં ઈશાનની અવગણના કરતી હોય એવું લાગે છે. આ વિડિયો વાઇરલ થયા પછી ચર્ચા શરૂ થઈ છે કે જાહ્નવી અને ઈશાન વચ્ચે સમસ્યા છે.

ADVERTISEMENT
જોકે હાલમાં એક ઇન્ટરવ્યુ આપતી વખતે જાહ્નવી અને ઈશાનના સહકલાકાર વિશાલ જેઠવાએ તેમની રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું છે કે ‘મેં ઈશાન અને જાહ્નવીને સાથે કામ કરતાં જોયાં છે અને તેઓ ખૂબ જ આરામથી સાથે કામ કરે છે. તેઓ એકબીજાના વેલવિશર છે અને ખૂબ સારી રીતે વાતચીત કરે છે. કાનમાં બનેલી ઘટનાની વાત કરું તો હું જાહ્નવીના પોશાકની ટ્રેઇલ પકડીને ચાલતો હતો. હું ફક્ત તેની મદદ કરવાનો પ્રયાસ કરતો હતો અને જ્યારે જાહ્નવી સ્ટેજ પર ચડી રહી હતી ત્યારે ઈશાને તેને હાથ આપવાનો પ્રયાસ કર્યો. જાહ્નવી બન્ને હાથથી પોતાનો ડ્રેસ પકડીને ઊભી હતી એટલે કદાચ તેણે ઈશાનનો હાથ નહોતો પકડ્યો.’
જાહ્નવી અને ઈશાને ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ધડક’ દરમ્યાન ડેટિંગ શરૂ કર્યું હતું પણ એક વર્ષ જેટલો સમય સાથે રહ્યા પછી તેઓ અલગ થઈ ગયાં હતાં. હાલમાં જાહ્નવીનું નામ શિખર પહારિયા સાથે અને ઈશાનનું નામ મલેશિયન મૉડલ ચાંદની બેન્ઝ સાથે ચર્ચાઈ રહ્યું છે.


