જૅકલિને પોતાન સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીરો શૅર કરી છે
જૅકલિન ફર્નાન્ડિસે બૅન્ગલોર ખાતે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનની મુલાકાત લીધી
સોમવારે જૅકલિન ફર્નાન્ડિસે બૅન્ગલોર ખાતે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનની મુલાકાત લીધી અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને મળી. જૅકલિને પોતાન સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીરો શૅર કરી છે જેમાં તે ફાઉન્ડેશનમાં પ્રાણીઓ અને લોકો સાથે સમય પસાર કરતી જોવા મળે છે. જૅકલિને કૅપ્શનમાં આભાર વ્યક્ત કરતાં લખ્યું કે ‘મારું હૃદય ભરાઈ ગયું છે, ગુરુદેવનો માર્ગદર્શન બદલ આભાર, હું તમારી ઋણી છું આર્ટ ઑફ લિવિંગ.’ જૅકલિન પહેલાં વિક્રાન્ત મેસી અને હિના ખાને પણ અહીં મુલાકાત લીધી હતી.


