કમિટમેન્ટ્સ પૂરાં થયા બાદ રોજનો એક કલાક ઘર ગોઠવવા માટે કાઢે છે જૅકલિન
કમિટમેન્ટ્સ પૂરાં થયા બાદ રોજનો એક કલાક ઘર ગોઠવવા માટે કાઢે છે જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસ હાલમાં તેની પ્રોફેશનલ લાઇફમાંથી સમય કાઢીને તેના ઘરને ગોઠવી રહી છે. તે હાલમાં જ તેના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તે હાલમાં ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે અને એમાંથી ટાઇમ મળે ત્યારે તે દરરોજ એક કલાક તેના ઘર પાછળ કાઢે છે. આ વિશે વાત કરતાં જૅકલિને કહ્યું હતું કે ‘હું દરરોજ મારા ઘર પાછળ એક કલાક ફાળવી રહી છું. એમાં હું ઘર સાફ કરવાથી લઈને ગ્રોસરી અને ફૂડ મેનુ પર નજર આપી રહી છું. એકલા રહેવાથી ફ્રીડમ મળે છે, પરંતુ ચૅલેન્જ પણ ઘણી હોય છે. તમારે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવી પડે છે. હું રોજ સવારે મારી જર્નલ લખું છું જેનાથી માર વિચારોને ચૅનલાઇઝ કરવાની મને સમજ પડે છે. હું મૉર્નિંગ પર્સન છું. હું રોજ સવારે વહેલી ઊઠું છું જેથી મને મારાં કમિટમેન્ટ્સ શરૂ થાય એ પહેલાં પૂરતો સમય મળી રહે. મારી શરૂઆત યોગથી થાય છે અને ત્યાર બાદ મને મારી બુલેટપ્રૂફ કૉફી જોઈએ છે.’