હુમાના પપ્પાએ ૧૯૭૭માં તેમની પહેલી રેસ્ટોરાં સલીમ્સની શરૂઆત કરી હતી.
હુમા કુરેશી
હુમા કુરેશીના પપ્પાએ પોતાની રેસ્ટોરાંમાં ‘તરલા’થી પ્રેરિત થઈને એક નવી ડિશનો સમાવેશ કર્યો છે. હુમાના પપ્પાએ ૧૯૭૭માં તેમની પહેલી રેસ્ટોરાં સલીમ્સની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી રેસ્ટોરાં શરૂ કરી છે. તેમની દીકરી હુમા કુરેશી હાલમાં શેફ તરલા દલાલની બાયોપિક લઈને આવી રહી છે, જેનું નામ ‘તરલા’ છે. આ ફિલ્મ સાત જુલાઈએ Zee5 પર સ્ટ્રીમ થશે. દીકરીની આ ફિલ્મથી પ્રેરિત થઈને તેમણે એક નવી ડિશની શરૂઆત કરી છે. તેમની રેસ્ટોરાં એક નૉન-વેજિટેરિયન રેસ્ટોરાં છે. એમાં તેમણે હવે બટાટા મસલમની શરૂઆત કરી છે. આ વિશે હુમાએ કહ્યું કે ‘૧૯૭૦ના દાયકામાં સલીમ્સ અને તરલા દલાલની જર્નીની શરૂઆત થઈ હતી. ૫૦ વર્ષ બાદ આજે તેમની વચ્ચેના કનેક્શનને લઈને હું ખૂબ જ ગર્વ મહસૂસ કરી રહી છું. ટ્રેલર જોયા બાદ મારા પિતાએ તરલાજી પાસેથી પ્રેરણા લઈને તેમની પૉપ્યુલર ડિશ બટાટા મસલમ સલીમ્સમાં શરૂ કરી હતી. ફૂડ દ્વારા બે કમ્યુનિટી સાથે આવે એ ખૂબ જ સુંદર વાત છે.’


