હુમા કુરેશીએ જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમમાં હાજરી આપીને આ અપીલ કરી
હુમા કુરેશી
હાલમાં જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સ (BSF) સાથે મળીને જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સુચેતગઢ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હુમા કુરેશીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હુમાએ ભારતીય સેના અને BSFના જવાનોને સલામ કરતાં કહ્યું કે તમે છો તો અમે સુરક્ષિત છીએ, અમે ભાગ્યશાળી છીએ.
હુમાએ ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતની સરહદોની રક્ષા અને સમર્પણ માટે ભારતીય સેના અને BSFની પ્રશંસા કરી અને કહ્યું કે ‘આ સમય છે, ચાલો સાથે મળીને નફરતને હરાવીએ. જમ્મુ અને કાશ્મીર આવો, અહીંની સુંદરતાનો અનુભવ કરો. દેશની સેનાની બહાદુરીને કારણે જ આપણી સરહદો પર શાંતિ સ્થપાઈ શકી છે. હું BSF અને સેનાની આભારી છું. જમ્મુ અને કાશ્મીર ભારતની કરોડરજ્જુ છે અને તમારાં સાહસ અને બલિદાન સાથે મજબૂતી-એકતાથી ઊભી છું. હું ફક્ત એટલું જ કહેવા ઇચ્છું છું કે ડરને જમ્મુ અને કાશ્મીરની ઓળખ ન બનવા દો. દુનિયાને શાંતિ, શક્તિ અને પ્રેમની સાક્ષી બનવા દો, જે આ ક્ષેત્રના લોકોને ખરેખર વ્યાખ્યાયિત કરે છે. આજે આપણે બધા ગર્વ અને આશા સાથે એકસાથે ઊભા છીએ અને આ જ જમ્મુ અને કાશ્મીર તેમ જ ભારતની ભાવના છે.’


