વિક્રમ વેધાની હિન્દી રીમેકમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન દેખાશે
હૃતિક રોશન અને સૈફ અલી ખાન તામિલ સુપરહિટ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. ઓરિજિનલમાં આર. માધવન પોલીસના પાત્રમાં તો વિજય સેતુપતિએ ગૅન્ગસ્ટરનો રોલ ભજવ્યો હતો. હવે આ હિન્દી રીમેકમાં સૈફ અલી ખાન પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે તો હૃતિક ગૅન્ગસ્ટર બનશે. આ ફિલ્મમાં વિક્રમ-વેતાલની સ્ટોરીને દેખાડવામાં આવશે. પહેલાં એવી ચર્ચા હતી કે આમિર ખાન આ ફિલ્મમાં વેધાની ભૂમિકા ભજવવાનો છે. જોકે આમિરની એક્ઝિટ થતાં હૃતિકની એન્ટ્રી થઈ છે.