Happy hardy and heer: હિમેશ રેશમિયાનો રોમેન્ટિક અંદાજ, જુઓ ટીઝર
બોલીવુડના ટોપ સિંગર હિમેશ રેશમિયા ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. હિમેશ રેશમિયા હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં જોવા મળશે. હિમેશ ફિલ્મ આપકા શુરૂર સાથે એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આપકા શુરૂર પછી પણ હિમેશ કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. પરંતુ હવે બ્રેક પછી હેપ્પી હાર્ડી એન્ડ હીર સાથે કમબેક કરી રહ્યો છે. આજે ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. 3 મિનિટના ટીઝરમાં હિમેશ રેશમિયા આપણને હસાવશે પણ અને રડાવશે પણ. ટીઝરમાં હિમેશ રોમાન્સ કરતો પણ જોવા મળશે.
ADVERTISEMENT
ફિલ્મનું મ્યૂઝીક હિમેશ રેશમિયાએ આપ્યું છે જ્યારે દિપશિખા દેશમુખ અને સબિત માણકચંદે પ્રોડ્યૂસ કર્યું છે. ફિલ્મના ડિરેક્શનની કમાન રાકાના હાથમાં છે. સપ્ટેમ્બર 201માં રિલીઝ થનારી ફિલ્મના ગીતો હીટ થઈ શકે છે. આ પહેલા હિમેશ આપકા સુરૂર, કર્ઝ, અને તેરા સુરૂરમાં કામ કરી ચૂક્યો છે જો કે સિલ્વર સ્ક્રિન પર આ ફિલ્મો ખાસ પ્રદર્શન કરી શકી હતી નહી.
આ પણ વાંચો: Kemmie Vaghela: 'દિકરી વ્હાલનો દરિયો'ની 'કિંજલ'નો આવો છે અંદાજ
ફિલ્મના ટીઝરની વાત કરીએ તો બાકી ફિલ્મો કરતા ટીઝર અલગ છે. સામાન્ય રીતે ફિલ્મના ટીઝરમાં ડાયલોગ્સ દ્વારા ફિલ્મની સ્ટોરી કહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે જ્યારે હેપ્પી હાર્ડી એન્ડ હીરના ટીઝરમાં બેકગ્રાઊન્ડમાં મ્યૂઝિક દ્વારા સીન્સ દર્શાવવામાં આવ્યા છે. કહી શકાય કે, ફિલ્મના મ્યૂઝિક પર વધારે જોર આપવામાં આવ્યું છે. ફિલ્મના મ્યૂઝીક પર હિમેશ રેશમિયા અને અરિજીત સિંહ બન્ને કામ કર્યું છે. સુરોના બન્ને સરતાજોના ભેગા થવાના કારણે ફિલ્મમાં સુપરહિટ ગીત જોવા મળે તો નવાઈની વાત નથી.