Kemmie Vaghela: 'દિકરી વ્હાલનો દરિયો'ની 'કિંજલ'નો આવો છે અંદાજ

Jul 16, 2019, 15:08 IST
  • કેમ્મી વાઘેલાનું મૂળ નામ ખ્યાતિ વાઘેલા છે. અને તેઓ મૂળ પાલિતાણાના છે. કેમ્મી કહે છે કે તેઓ દિલથી પૂરા કાઠિયાવાડી છે.

    કેમ્મી વાઘેલાનું મૂળ નામ ખ્યાતિ વાઘેલા છે. અને તેઓ મૂળ પાલિતાણાના છે. કેમ્મી કહે છે કે તેઓ દિલથી પૂરા કાઠિયાવાડી છે.

    1/20
  • કેમ્મીનો જન્મ પાલિતાણામાં જ થયો છે અને તેઓ ત્યાં જ મોટા થયા છે. એક્ટિંગ કરવા માટે તેઓ 2017માં મુંબઈ શિફ્ટ થયા હતા.

    કેમ્મીનો જન્મ પાલિતાણામાં જ થયો છે અને તેઓ ત્યાં જ મોટા થયા છે. એક્ટિંગ કરવા માટે તેઓ 2017માં મુંબઈ શિફ્ટ થયા હતા.

    2/20
  • કેમ્મીએ 16 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. 16 વર્ષની ઉંમરે કેમ્મીએ એક ફિલ્મમાં નાનકડા રોલથી શરૂઆત કરી હતી.

    કેમ્મીએ 16 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. 16 વર્ષની ઉંમરે કેમ્મીએ એક ફિલ્મમાં નાનકડા રોલથી શરૂઆત કરી હતી.

    3/20
  • 16 વર્ષની ઉંમરે એક્ટિંગ બાદ કેમ્મીએ લાંબા સમય સુધી એન્કરિંગ અને મોડેલિંગ કર્યું.

    16 વર્ષની ઉંમરે એક્ટિંગ બાદ કેમ્મીએ લાંબા સમય સુધી એન્કરિંગ અને મોડેલિંગ કર્યું.

    4/20
  • 2014માં કેમ્મીને એક્ટિંગમાં પહેલો રોલ મળ્યો હતો.

    2014માં કેમ્મીને એક્ટિંગમાં પહેલો રોલ મળ્યો હતો.

    5/20
  • દિકરી વ્હાલનો દરિયો પહેલા કેમ્મી બે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જેમાંથી એક ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ રિલીઝ થઈ ચૂકી છે.

    દિકરી વ્હાલનો દરિયો પહેલા કેમ્મી બે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જેમાંથી એક ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ રિલીઝ થઈ ચૂકી છે.

    6/20
  • આ ઉપરાંત કેમ્મી શર્મન જોશી સ્ટારર ફિલ્મ બબલુ બેચલર પણ શૂટ કરી ચૂકી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

    આ ઉપરાંત કેમ્મી શર્મન જોશી સ્ટારર ફિલ્મ બબલુ બેચલર પણ શૂટ કરી ચૂકી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

    7/20
  • 2017માં દિકરી વ્હાલનો દરિયોથી કેમ્મીને સૌથી મોટો બ્રેક મળ્યો. 2017માં તે આ સિરીયલ માટે સિલેક્ટ થયા હતા.

    2017માં દિકરી વ્હાલનો દરિયોથી કેમ્મીને સૌથી મોટો બ્રેક મળ્યો. 2017માં તે આ સિરીયલ માટે સિલેક્ટ થયા હતા.

    8/20
  • દિકરી વ્હાલનો દરિયોમાં કેમ્મી વચલી દિકરી કિંજલનો રોલ કરી રહ્યા છે. કેમ્મીનું કહેવું છે કે કિંજલનું પાત્ર મારા જેવું જ છે. એને પણ ઘણું કરવું છે, મારા સપના પણ ખૂબ મોટા છે. એટલે મને આ રોલ પસંદ પડ્યો હતો.

    દિકરી વ્હાલનો દરિયોમાં કેમ્મી વચલી દિકરી કિંજલનો રોલ કરી રહ્યા છે. કેમ્મીનું કહેવું છે કે કિંજલનું પાત્ર મારા જેવું જ છે. એને પણ ઘણું કરવું છે, મારા સપના પણ ખૂબ મોટા છે. એટલે મને આ રોલ પસંદ પડ્યો હતો.

    9/20
  •  રસપ્રદ વાત એ છે કે કેમ્મીને ખ્યાલ જ નહોતો કે તેમનું પાત્ર સિરીયલનું મુખ્ય પાત્ર છે. કેમ્મી કહે છે કે જ્યારે વર્કશોપ શરૂ થઈ ત્યારે મને આ વાત ખબર પડી હતી.

     રસપ્રદ વાત એ છે કે કેમ્મીને ખ્યાલ જ નહોતો કે તેમનું પાત્ર સિરીયલનું મુખ્ય પાત્ર છે. કેમ્મી કહે છે કે જ્યારે વર્કશોપ શરૂ થઈ ત્યારે મને આ વાત ખબર પડી હતી.

    10/20
  • જો કે આ સફળતા સુધી પહોંચવા કેમ્મીએ ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. કારણ કે કેમ્મી ખૂબ જ નાના પરિવારમાંથી આવે છે. આર્થિક રીતે પણ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે.

    જો કે આ સફળતા સુધી પહોંચવા કેમ્મીએ ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. કારણ કે કેમ્મી ખૂબ જ નાના પરિવારમાંથી આવે છે. આર્થિક રીતે પણ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે.

    11/20
  • એક્ટિંગ શરૂ કરવા માટે પણ કેમ્મીએ માતા પિતાને ખૂબ સમજાવવા પડ્યા હતા. એક મહિના સુધી ઘરમાં સમજાવટને દોર ચાલ્યા બાદ કેમ્મીને તેમના પિતાએ પરવાનગી આપી હતી. જો કે એક મહિના સુધી તેઓ સેટ પર કેમ્મીની સાથે રહ્યા હતા.

    એક્ટિંગ શરૂ કરવા માટે પણ કેમ્મીએ માતા પિતાને ખૂબ સમજાવવા પડ્યા હતા. એક મહિના સુધી ઘરમાં સમજાવટને દોર ચાલ્યા બાદ કેમ્મીને તેમના પિતાએ પરવાનગી આપી હતી. જો કે એક મહિના સુધી તેઓ સેટ પર કેમ્મીની સાથે રહ્યા હતા.

    12/20
  • કેમ્મી વાઘેલા કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે આર્થિક સ્થિતિ તંગ હતી. પણ પેશન ખૂબ હતું એટલે પૈસા ન હોય તોય ગમે તેમ કરીને હું એન્કરિંગ કરવા પહોંચી જતી. ક્યારેક તો એન્કરિંગ ફ્રીમાં કરવું પડતું પણ કામ કરવાની ઈચ્છા હતી એટલે હું કરતી રહેતી હતી.

    કેમ્મી વાઘેલા કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે આર્થિક સ્થિતિ તંગ હતી. પણ પેશન ખૂબ હતું એટલે પૈસા ન હોય તોય ગમે તેમ કરીને હું એન્કરિંગ કરવા પહોંચી જતી. ક્યારેક તો એન્કરિંગ ફ્રીમાં કરવું પડતું પણ કામ કરવાની ઈચ્છા હતી એટલે હું કરતી રહેતી હતી.

    13/20
  • કેમ્મી કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે પપ્પાએ મને અલ્ટીમેટમ આપી દીધું હતું. કે 1 વર્ષમાં જે કરવું હોય એ કર અને પાછી આવી જા. કારણ કે એમને મારી સુરક્ષાની ચિંતા હતા. મારી એન્કરિંગની ઈવેન્ટ્સ બહારગામ રહેતી એટલે પપ્પા તરીકે તે ચિંતિત રહેતા. પણ આ એક વર્ષમાં જ મને દિકરી વ્હાલનો દરિયો મળી.

    કેમ્મી કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે પપ્પાએ મને અલ્ટીમેટમ આપી દીધું હતું. કે 1 વર્ષમાં જે કરવું હોય એ કર અને પાછી આવી જા. કારણ કે એમને મારી સુરક્ષાની ચિંતા હતા. મારી એન્કરિંગની ઈવેન્ટ્સ બહારગામ રહેતી એટલે પપ્પા તરીકે તે ચિંતિત રહેતા. પણ આ એક વર્ષમાં જ મને દિકરી વ્હાલનો દરિયો મળી.

    14/20
  • કેમ્મી કહે છે કે પાલિતાણાથી મુંબઈ સુધી સફળતાની સફર ખૂબ જ સંઘર્ષભરી રહી છે. પણ આજે હવે મારા પપ્પા પ્રાઉડથી મારું નામ લઈ શકે છે. કેમ્મીનું કહેવું છે કે 2018માં 3 માર્ચે મારા પપ્પાનો જન્મ દિવસ હતો અને આખા ગુજરાતમાં મારી સિરીયલ શરૂ થવાના પોસ્ટર લાગ્યા હતા. ત્યારે પહેલીવાર મારા પપ્પા લાગણીશીલ થયા હતા.

    કેમ્મી કહે છે કે પાલિતાણાથી મુંબઈ સુધી સફળતાની સફર ખૂબ જ સંઘર્ષભરી રહી છે. પણ આજે હવે મારા પપ્પા પ્રાઉડથી મારું નામ લઈ શકે છે. કેમ્મીનું કહેવું છે કે 2018માં 3 માર્ચે મારા પપ્પાનો જન્મ દિવસ હતો અને આખા ગુજરાતમાં મારી સિરીયલ શરૂ થવાના પોસ્ટર લાગ્યા હતા. ત્યારે પહેલીવાર મારા પપ્પા લાગણીશીલ થયા હતા.

    15/20
  • કેમ્મી સાથે સિરીયલમાં કામ કરી રહેલા 'ઉત્કર્ષ' એટલે કે યશ શાહ ટૂંક સમયમાં જ સાથે દેખાઈ શકે છે. તાજેતરમાં જ બંનેએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે.  

    કેમ્મી સાથે સિરીયલમાં કામ કરી રહેલા 'ઉત્કર્ષ' એટલે કે યશ શાહ ટૂંક સમયમાં જ સાથે દેખાઈ શકે છે. તાજેતરમાં જ બંનેએ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે.

     

    16/20
  • પર્સનલ લાઈફમાં કેમ્મીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે, તેને ફિલ્મો જોવી ગમે છે. આ ઉપરાંત ફ્રેન્ડ્ઝ સાથે નાઈટઆઉટ કરવું, ગેટ ટુ ગેધર પણ તેને ફ્રેશ કરી દે છે.

    પર્સનલ લાઈફમાં કેમ્મીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે, તેને ફિલ્મો જોવી ગમે છે. આ ઉપરાંત ફ્રેન્ડ્ઝ સાથે નાઈટઆઉટ કરવું, ગેટ ટુ ગેધર પણ તેને ફ્રેશ કરી દે છે.

    17/20
  • ખ્યાતિમાંથી કેમ્મી નામ કેમ કર્યું આ સવાલના જવાબમાં કેમ્મી કહે છે કે મારે હંમેશા યુનિક નામ જોઈતું હતું, કંઈક અલગ જોઈતું હતું. એટલે ખૂબ લાંબુ વિચાર્યા બાદ મેં કેમ્મી નામ પસંદ કર્યું.

    ખ્યાતિમાંથી કેમ્મી નામ કેમ કર્યું આ સવાલના જવાબમાં કેમ્મી કહે છે કે મારે હંમેશા યુનિક નામ જોઈતું હતું, કંઈક અલગ જોઈતું હતું. એટલે ખૂબ લાંબુ વિચાર્યા બાદ મેં કેમ્મી નામ પસંદ કર્યું.

    18/20
  • દિકરી વ્હાલનો દરિયો માટે કેમ્મીને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ લીડ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

    દિકરી વ્હાલનો દરિયો માટે કેમ્મીને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ લીડ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

    19/20
  • દિકરી વ્હાલનો દરિયોના કૉ એક્ટર યશ શાહ સાથે કેમ્મી વાઘેલા

    દિકરી વ્હાલનો દરિયોના કૉ એક્ટર યશ શાહ સાથે કેમ્મી વાઘેલા

    20/20
  • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતીની સિરિયલ દિકરી વ્હાલનો દરિયો ખૂબ જ ફેમસ થઈ છે. ત્યારે જાણો આજે આ સિરીયલમાં મુખ્ય પાત્ર ભજવનાર તમારી કિંજલ ઉર્ફે કેમી વાઘેલા વિશે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK