આ રૅલીને કારણે ૨૦ મુખ્ય બજારોમાં અંદાજે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું વેપારી નુકસાન થઈ શકે છે.’
રામલીલા મેદાનમાં પાણી અને કાદવ
ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કૉન્ગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટી (CPP)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘ચૂંટણીપંચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પહેલી નવેમ્બરે યોજાનારી વિપક્ષી ગઠબંધનની રૅલીને મુલતવી રાખવામાં આવે. તમે જ અમારી છેલ્લી આશા છો. આ રૅલીને કારણે ૨૦ મુખ્ય બજારોમાં અંદાજે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું વેપારી નુકસાન થઈ શકે છે.’
CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘આ રૅલીમાં આશરે ૧૦ લાખ લોકો અને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ વાહનો આવવાની શક્યતા છે જેના કારણે ભારે ટ્રાફિક જૅમ થઈ શકે છે અને મધ્ય દિલ્હીમાં માલસામાનની હેરફેર તેમ જ ખરીદદારોની અવરજવરમાં અવરોધ આવી શકે છે. આ અપીલને કૉન્ગ્રેસની રૅલીના વિરોધ તરીકે નહીં, પરંતુ વેપાર માટેના એક મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમ્યાન વેપારીઓની આજીવિકા પર પડી શકનારી સંભવિત અસર વિશેની ચિંતા તરીકે જોવી જોઈએ.’
CTIએ ધ્યાન દોર્યું હતું કે આ રૅલી ૬ નવેમ્બરે ધનતેરસ અને ૮ નવેમ્બરે દિવાળીની તૈયારીઓના સમયગાળામાં થઈ રહી છે જેના કારણે વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ માટે પહેલી નવેમ્બરનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે, આ રૅલી તહેવારોના સમયગાળા પછી ૧૦ નવેમ્બર બાદ કોઈ પણ તારીખે યોજવામાં આવે.
રામલીલા મેદાનમાં પાણી અને કાદવ
ADVERTISEMENT
પહેલી નવેમ્બરે કૉન્ગ્રેસ પાર્ટીની પ્રસ્તાવિત મેગા રૅલી પહેલાં ઐતિહાસિક રામલીલા મેદાનમાં પાણી ભરાઈ ગયાં છે. ગ્રાઉન્ડના મોટા ભાગોમાં પાણીભરાવો અને કીચડની સ્થિતિને કારણે રૅલી માટેના ટેન્ટ, સ્ટેજ અને સુરક્ષાવ્યવસ્થાની તૈયારીમાં ભારે અડચણ ઊભી થઈ છે. એક તરફ આ મહારૅલીને કારણે રાજનીતિક હલચલ ચરમસીમાએ છે ત્યારે વરસાદના કારણે આયોજકો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. જો વરસાદ ચાલુ રહેશે તો વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
રૅલી રદ કરવા માટે એક ડઝનથી વધારે વેપારી અસોસિએશનોની રાહુલ ગાંધીને પત્ર લખીને અપીલ
વોટચોરીના વિરોધમાં પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી પ્રસ્તાવિત રૅલીને મુલતવી રાખવાની માગણી દિલ્હીના એક ડઝનથી વધુ વેપારી સંગઠનોએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કરી છે. આ વેપારી અસોસિએશનોમાં દિલ્હી ડ્રગ્સ ટ્રેડર્સ અસોસિએશન (DDTA), ચાંદની ચૌક ટ્રેડર્સ પરિષદ, પલ્સ ઍન્ડ બીન્સ ઇમ્પોર્ટર્સ અસોસિએશન, ક્લોથ માર્કેટ વ્યાપાર સમિતિ, ન્યુ કૃષ્ણા ક્લોથ માર્કેટ ટ્રેડર્સ અસોસિએશન, સદર બઝાર બારી માર્કેટ ટ્રેડર્સ અસોસિએશન વગેરેનો સમાવેશ
થાય છે.
