Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં ૧૨ વર્ષમાં ૪૯.૬ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા : વર્લ્ડ બૅન્ક

ભારતમાં ૧૨ વર્ષમાં ૪૯.૬ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા : વર્લ્ડ બૅન્ક

Published : 31 October, 2026 09:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ બૅન્કના અહેવાલમાં મોટો ખુલાસો : ગરીબીનો દર દેશમાં ૨૭.૧ ટકાથી ઘટીને માત્ર ૨.૬ ટકા થયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વર્લ્ડ બૅન્કના ઑક્ટોબર ૨૦૨૬ના ‘પૉવર્ટી ઍન્ડ ઇક્વિટી બ્રીફ’ મુજબ ભારતે ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચેનાં ૧૨ વર્ષના ગાળામાં આશરે ૪૯.૬ કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં દેશમાં અત્યંત ગરીબીમાં જીવતી વસ્તીનું પ્રમાણ ૨૭.૧ ટકાથી ઘટીને માત્ર ૨.૬ ટકા થઈ ગયું છે. વર્લ્ડ બૅન્કે આ વિકાસને વિશ્વમાં ગરીબીમાં નોંધાયેલો સૌથી ઝડપી ઘટાડો ગણાવ્યો છે.
અહેવાલ મુજબ રોજિંદા ૩૯૯ રૂપિયા (૪.૨૦ ડૉલર) (પર્ચેઝિંગ પાવર પૅરિટી)ની આવક ધરાવતા નીચલા-મધ્યમ આવક જૂથમાં ગરીબીનું પ્રમાણ પણ ૫૭.૭ ટકાથી ઘટીને ૧૬.૧ ટકા નોંધાયું હતું. ગરીબીમાં આવેલા આ જંગી ઘટાડાનું મુખ્ય કારણ મહિલાઓની રોજગારીમાં વધારો, વપરાશમાં થયેલો મજબૂત ગ્રોથ અને ખાદ્ય સબસિડી સહિતની કલ્યાણકારી યોજનાઓ છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ની વચ્ચે દેશમાં રોજગારીમાં આશરે ૧૩.૪ કરોડનો ધરખમ વધારો જોવા મળ્યો હતો.
જોકે અહેવાલમાં બેરોજગારી વિશે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની ૫૭ ટકા ગરીબ વસ્તી માત્ર ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધીના પટ્ટામાં કેન્દ્રિત છે. વધુમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવા મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. વર્લ્ડ બૅન્કનો અંદાજ છે કે ગરીબી ઘટવાની આ ગતિ હવે થોડી ધીમી પડશે અને ૨૦૨૮ સુધીમાં આ દર ૧૨.૧ ટકા આસપાસ રહી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK