Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Classical Music

લેખ

કુમુદિની લાખિયા

કથકમાં ક્રાન્તિ લાવ્યાં હતાં કુમુદિની લાખિયા

પદ‍્મશ્રી, પદ‍્મભૂષણ, પદ‍્મવિભૂષણ નૃત્યાંગનાની ૯૫ વર્ષની ઉંમરે વિદાય : આ વ્યક્તિગત ડાન્સ-ફૉર્મને સમૂહ-નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું અને પરંપરાગત કથાઓને બદલે સમકાલીન કથાઓનાં પાત્રો ઉમેર્યાં

13 April, 2025 04:08 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

પવનથી ધૂળ આકાશમાં ચડી જાય છે અને જળથી ધૂળ કાદવ બની જાય છે

માનવીની ચેતનાને જાગૃત કરવામાં, પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા ખૂબ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે તો બધા જ શુભ સંકલ્પો, સંસ્કારો શિથિલ થઈ જાય છે.

11 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા નિખિલ કાંટાવાલા.

કિશોરકુમારના ભગતને મળો

કાંદિવલીના નિખિલ કાંટાવાલાએ ઘરના મંદિરમાં કિશોરદાનો પણ ફોટો મૂક્યો છે અને રોજ કરે છે તેમની પૂજા : પોતે કિશોરકુમારના ફૅનમાંથી ક્યારે ભગત થઈ ગયા એ ન જાણતા નિખિલભાઈ ગાયક પણ બની ગયા છે, કિશોરકુમારના અવાજમાં ગાઈને પ્રોફેશનલ સ્ટેજ-શો પણ કરે છે

28 March, 2025 11:31 IST | Mumbai | Shailesh Nayak
કે. એલ. સૈગલ

સૈગલસાબે કહ્યું, તખ્ત લાઈએ, મૈં તખ્ત પર બૈઠકર ગાતા હૂં

તલત મેહમૂદ, કિશોર કુમાર, મુકેશ, સી. એચ. આત્મા, સુરેન્દ્ર અને બીજા ગાયકો કુન્દનલાલ સૈગલની ગાયકીના દીવાના હતા. કારકિર્દીની શરૂઆતમાં આ કલાકારો જાણે-અજાણે તેમના જેવી ગાયકી પેશ કરીને પ્રસિ​​દ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા.

16 March, 2025 01:21 IST | Mumbai | Rajani Mehta

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
સૂર સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે આશિત દેસાઈ, હેમા દેસાઈ

પુરુષોત્તમ તો પર્વ છે, એનો ક્યારેય અંત નથી : આશિત-હેમા દેસાઈએ વાગોળ્યાં સંસ્મરણો

`પુરુષોત્તમભાઈ નથી` આ સાંભળતાં જ ગુજરાતી સુગમ સંગીતના સાતેય સૂર જાણે રડવા ન મંડી પડતાં હોય. જ્યારે તેમના નિધનના સમાચાર મળ્યા ત્યારે ન માત્ર સંગીત રસિકો પણ આખું કલા જગત ધ્રુજી ઊઠ્યું હતું. ૯૦ વર્ષની જૈફ વયે તેઓએ આ દુનિયા ને અલવિદા કરી છે. પણ, તેમના સ્વરો હંમેશને માટે આપણી આસપાસ ગૂંજ્યા જ કરશે. એમાં કોઈ બેમત નથી. જાણીતાં સંગીતકાર, ગાયક, સંગીત નિર્દેશક યુગલ આશિત દેસાઈ અને હેમા દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથેનાં સંસ્મરણો વર્ણવ્યાં છે. આશિતભાઈ કહે છે તેમ "પુરુષોત્તમ એક પર્વ છે. એનો અંત ક્યારેય હોઈ ન શકે" આવો, આ વાતો મમળાવીએ અને પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિ આપીએ.

12 December, 2024 06:21 IST | Mumbai | Dharmik Parmar
આજનાં વન્ડર વુમન છે સ્વરા ઓઝા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: ગુજરાતી પૉપ સોન્ગ થકી ભાષાની મીઠાશ રેલાવનાર આ યંગ સિંગરને મળ્યાં છો?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વરા ઓઝા. જેણે ખૂબ જ નાની વયથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. વળી, ગુજરાતી પૉપ સોન્ગ થકી તે યંગસ્ટર્સના દિલોમાં રાજ કરે છે. આવો, અત્યાર સુધીની તેની સૂરીલી જર્ની વિશે વાત કરીએ.

23 October, 2024 09:59 IST | Rajkot | Dharmik Parmar
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

‘કવિરાજ’ના દિવાના થયાં મુંબઈકર્સ, આદિત્ય ગઢવીનો કોન્સર્ટ એટલે પ્રી નવરાત્રી

વિકએન્ડમાં મુંબઈ (Mumbai) ના પરાંમાં જાણે આખે આખું સૌરાષ્ટ્ર આવી ગયું હોય તેવો અનુભવ થયો હોય તો તમે પાક્કું આદિત્ય ગઢવી (Aditya Gadhvi) ના લાઈવ કોન્સર્ટ (Aditya Gadhvi Live In Concert) માં ગયા હશો. સોશ્યલ મીડિયા (Social Media) માં અત્યારે જેની ચર્ચા થઈ રહી છે તે છે ‘કવિરાજ’ (Kaviraj) ઉર્ફ આદિત્ય ગઢવી. (તસવીરોઃ આદિત્ય ગઢવીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 April, 2024 08:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

મ્યૂઝિકલ ટ્રાયો અંકિતા નંદી, અંતરા નંદી અને જાહ્નવી શ્રીમાનકરની ઇનસાઇટ્સ

મ્યૂઝિકલ ટ્રાયો અંકિતા નંદી, અંતરા નંદી અને જાહ્નવી શ્રીમાનકરની ઇનસાઇટ્સ

અંકિતા નંદી, અંતરા નંદી અને જાહ્નવી શ્રીમાંકરે માનવી લાગણીઓ અને કલાત્મક અભિવ્યક્તિના આત્માને એકસાઈટ કરનારી શોધ શરૂ કરી છે. હાલના ઇન્ટરવ્યૂમાં આ મ્યૂઝિકલ ટ્રાયોએ તેમની પર્સનલ જર્ની બાબતે ખુલાસો કર્યો, જર્નીમાં આવેલા ભયના ક્ષણો શૅર કર્યા અને માતાએ તેમની કારકિર્દીને ઉછેરવા માટે આપેલા ગહન બલિદાન બાબતે જણાવ્યું હતું. ગુજરાતી મિડ-ડે ડોટ કોમ પર ચિરંતના ભટ્ટ દ્વારા આયોજિત આ સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં, જીવનના `રાસ`ના સારને શોધવામાં અને ચેરીશ પર્ફોર્મન્સ પર પ્રતિબિંબને પ્રોત્સાહિત કરતી ચર્ચાને કુશળતાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મ્યૂઝિકલ ટ્રાયો તેમના સંગીતની શક્તિ અને માનવ અનુભવની ઊંડાઈને જણાવે છે.

21 June, 2024 09:17 IST | Mumbai
તલત અઝીઝે કહ્યું કે હું ક્રિકેટર કે ફુલ ટાઈમ એક્ટર પણ બની શક્યા હોત, જુઓ વીડિયો

તલત અઝીઝે કહ્યું કે હું ક્રિકેટર કે ફુલ ટાઈમ એક્ટર પણ બની શક્યા હોત, જુઓ વીડિયો

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક્સક્લુઝિવ મીટિંગમાં ગઝલ ગાયક અને અભિનેતા તલત અઝીઝે કેટલીક મજાની વાતો શેર કરી. તલત અઝીઝે કેટલીક સૌથી વધુ પ્રિય ગઝલોને પોતાનો અવાજ આપ્યો છે. એક અભિનેતા તરીકેની તેમની તાજેતરની આઉટિંગ્સ અને આગામી પ્રોજેક્ટ્સની ચર્ચા તેમણે કરી  હતી.  ઓટીટી ફિલ્મ ગુલમોહરમાં શર્મિલા ટાગોર સાથે સ્ક્રીન શેર કરનાર તલત અઝીઝ પીઢ અભિનેત્રી ટાઈગર પટૌડીના સ્વર્ગસ્થ પતિ સાથે મજબૂત જોડાણ ધરાવતા હતા. જુઓ કયું ગીત ગાય છે તલત અઝીઝ?

23 September, 2023 06:10 IST | Mumbai
જેમણે નસીરૂદ્દીન શાહને આપી ગાયકીની તાલીમ મળો એ ગુજરાતી યંગસ્ટર અક્ષત પરીખને

જેમણે નસીરૂદ્દીન શાહને આપી ગાયકીની તાલીમ મળો એ ગુજરાતી યંગસ્ટર અક્ષત પરીખને

અક્ષત પરીખ (Akshat Parikh) મૂળ અમદાવાદના અને ગાયકી તેમને વારસામાં મળી છે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન એક મજાની મુલાકાત કરી હતી. લોકોને બહુ ગમેલી એવી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટ્સમાં કલાકારોને ગાયકી અને ગાયકીની અદાઓ શીખવવાનું કામ અક્ષતે સંભાળ્યું હતું. જાણો એ અનુભવ કેવો રહ્યો હતો એમને માટે. 

02 March, 2023 03:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK