લંડનમાં શૂટિંગ દરમ્યાન પ્રતીક ગાંધીની સિરીઝ વિશે શેખર કપૂર સાથે ચર્ચા કરી હંસલ મહેતાએ
હંસલ મહેતા , શેખર કપૂર
હંસલ મહેતા અને શેખર કપૂરે હાલમાં જ ‘ગાંધી’ને લઈને ચર્ચા કરી હતી. પ્રતીક ગાંધીના આ વેબ-શોનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. આ શોમાં તેમની પત્ની કસ્તુરબાના પાત્રમાં પ્રતીકની રિયલ પત્ની ભામિની ઓઝા જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન શેખર કપૂર તેમને મળવા ગયા હતા. આ મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસલ મહેતાએ કૅપ્શન આપી હતી કે ‘અમારા સેટ પર કોણે મુલાકાત લીધી એ જુઓ. શેખર કપૂર, અમને ઇન્સ્પાયર કરવા બદલ આભાર.’