Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જાડેજા બાપુએ કરી કમાલ, CSK માટે ધોની પણ નથી કરી શક્યો આ કામ

જાડેજા બાપુએ કરી કમાલ, CSK માટે ધોની પણ નથી કરી શક્યો આ કામ

06 May, 2024 08:45 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024 – CSK vs PBKS, Match 53: રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે બનાવ્યો અનોખો રેકૉર્ડ

રવિન્દ્ર જાડેજા (તસવીરઃ પીટીઆઇ)

IPL 2024

રવિન્દ્ર જાડેજા (તસવીરઃ પીટીઆઇ)


ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) ની વર્તમાન સિઝન (IPL 2024) પ્લેઓફની નજીક છે. ત્યારે ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાયેલી મેચમાં અનેક રેકૉર્ડ્સ બન્યા છે. આઈપીએલની ૫૩મી મેચમાં (IPL 2024 – CSK vs PBKS, Match 53) ધર્મશાલા (Dharamshala) ના હિમચાલ પ્રદેશ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમ (Himachal Pradesh Cricket Association Stadium) માં રમાયેલી મેચમાં ચેન્નઈએ પંજાબને ૨૮ રનથી હરાવ્યું છે. આ મેચમાં સીએસકેના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. આ રેકૉર્ડ સાથે જ રવિન્દ્ર જાડેજા મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) થી પણ આગળ નીકળી ગયો છે.

રવિન્દ્ર જાડેજાના દમદાર ઓલરાઉન્ડ પર્ફોમન્સથી ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે હારનો સિલસિલો તોડી નાખ્યો. IPLમાં ચેન્નઈ ૧૧૧૫ દિવસ બાદ પંજાબ સામે જીત્યું. રવિન્દ્ર જાડેજાએ સીએસકે માટે ધરમશાલા ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની મેચમાં ધમાલ મચાવી હતી. જાડેજાએ પહેલા બેટિંગ અને પછી બોલિંગમાં પોતાનો જાદુ ચલાવ્યો. તેની જોરદાર રમતના કારણે ચેન્નઈની ટીમે ૧૬૭ રન બનાવ્યા અને મેચ ૨૮ રને જીતી લીધી.



પંજાબ કિંગ્સ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાની શ્રેષ્ઠતા બતાવી હતી. જાડેજાએ પહેલા બેટિંગમાં ટીમ માટે મહત્વના ૪૩ રન ઉમેર્યા અને ત્યારબાદ બોલિંગમાં પણ ત્રણ વિકેટ ઝડપી.


જાડેજાએ ૪૩ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ચેન્નઈને ૧૬૭ રનમાં મદદ કરી હતી જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ૧૦૧ રન પર તેની પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. આ સમયે ચેન્નઈ માટે મોટો સ્કોર મેળવવો ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યો હતો. કારણ એ હતું કે પિચ ખૂબ જ ધીમી બની રહી હતી. આવી સ્થિતિમાં જાડેજાએ ૨૬ બોલમાં ૪૩ રન બનાવ્યા. અને જડ્ડુની ઈનિંગથી જ ચેન્નાઈ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૭ રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

બીજા દાવમાં પણ જાડેજાએ પોતાના હાથ વડે પીચની વર્તણૂકનો લાભ ઉઠાવીને બોલિંગમાં પોતાની તાકાત બતાવી હતી. જાડેજાએ ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. અને પરિણામ એ આવ્યું કે ચેન્નઈની જીતમાં રવિન્દ્ર જાડેજા ‘મેન ઓફ ધ મેચ’ બન્યો અને આ સાથે જાડેજાએ ચેન્નાઈના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.


આ જોરદાર રમત માટે જાડેજાને ‘મેન ઓફ ધ મેચ’ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે ધોનીને પાછળ છોડી દીધો અને ચેન્નઈ માટે સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો. જાડેજાને ૧૬મી વખત આ એવોર્ડ મળ્યો છે જ્યારે ધોનીએ ૧૫ વખત આ સિદ્ધિ મેળવી છે. ધોની પછી સુરેશ રૈના ૧૨ એવૉર્ડસ ત્રીજા સ્થાને, ઋતુરાજ ગાયકવાડ ૧૧ એવૉર્ડસ સાથે ચોથા સ્થાને અને માઈકલ હસી ૧૦ એવૉર્ડ્સ સાથે પાંચમા સ્થાને છે.

એટલું જ નહીં, પંજાબ કિંગ્સ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાની ઓલરાઉન્ડ રમતથી યુવરાજ સિંહ અને શેન વોટસનના મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. જાડેજાએ IPLમાં ત્રીજી વખત ૪૦થી વધુ રન બનાવવા અને ૩ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. જાડેજા પહેલા યુવરાજ સિંહ અને શેન વોટસને પણ આવું કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK