Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સગી માતાએ બોલી ન શકતા ૬ વર્ષના દીકરાને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો

સગી માતાએ બોલી ન શકતા ૬ વર્ષના દીકરાને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો

06 May, 2024 09:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે સવારે પોલીસે તરવૈયાઓની મદદથી શરીરે ગંભીર ઈજા સાથેનો બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટકમાં શનિવારે એક શૉકિંગ ઘટના બની હતી. રાજ્યના દંડેલી તાલુકામાં ૨૬ વર્ષની મહિલાએ જન્મથી જ બોલી ન શકતા ૬ વર્ષના દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. આ નદીમાં સંખ્યાબંધ મગરનો વસવાટ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ આ આઘાતજનક પગલું ભર્યું હતું. આ તેમનો મોટો દીકરો હતો. મહિલાને બે વર્ષની વયનો એક બીજો પુત્ર પણ છે. જન્મથી બોલી ન શકતા દીકરાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારે આ મુદ્દે વધુ એક વખત ઉગ્ર બોલાચાલી થયા બાદ મહિલાએ દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. રવિવારે સવારે પોલીસે તરવૈયાઓની મદદથી શરીરે ગંભીર ઈજા સાથેનો બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK