Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : ૮ મહિનાની પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ નાનકડી દુઆ સાથે પહોંચી પિયર

Entertainment Update : ૮ મહિનાની પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ નાનકડી દુઆ સાથે પહોંચી પિયર

Published : 17 August, 2026 09:28 AM | Modified : 17 August, 2026 10:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેગ્નન્સી વચ્ચે દીપિકા પાદુકોણ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. રણવીર સિંહ તેને ઍરપોર્ટ પર ડ્રૉપ કરવા આવ્યો હતો. અહેવાલ મુજબ દીપિકા દીકરી દુઆ સાથે પરિવારને મળવા બૅન્ગલોર ગઈ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ હાલમાં ૮ મહિનાની પ્રેગ્નન્ટ છે. આ હાલતમાં તે શનિવારે સાંજે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. તેને ડ્રૉપ કરવા માટે રણવીર સિંહ પણ આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે દીપિકા પોતાની દીકરી દુઆ સાથે બૅન્ગલોર ગઈ છે. બૅન્ગલોર દીપિકાનું પિયર છે અને તે પોતાના પરિવારને મળવા ગઈ હોવાના અહેવાલ છે. 
દીપિકા ઍરપોર્ટ પર કારમાંથી ઊતરીને ટર્મિનલ તરફ આગળ વધી ત્યારે રણવીર કારમાંથી બહાર આવ્યો નહોતો. તે કારમાં જ બેસી રહ્યો હતો અને દીપિકાને ઍરપોર્ટ પર વિદાય આપી હતી. આ દરમ્યાન દીપિકા કૅઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. તેણે ઓવરસાઇઝ્ડ લાઇટ બ્લુ શર્ટ સાથે લૂઝ ફિટિંગ જીન્સ અને સફેદ સ્નીકર્સ પહેર્યાં હતાં.

રજનીકાંતની ફિલ્મી સફરને ૫૧ વર્ષ થયાં



ધર્મનના સેટ પર કેક કાપીને આ દિવસની ઉજવણી કરી


રજનીકાંત છેલ્લા પાંચ દાયકાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. ૧૫ ઑગસ્ટે રજનીકાંતની ફિલ્મી સફરને ૫૧ વર્ષ પૂર્ણ થયાં હતાં અને તેમણે આ ખાસ અવસરની પોતાની આગામી ફિલ્મ ‘ધર્મન’ના સેટ પર ઉજવણી કરી હતી. ‘ધર્મન’ના ડિરેક્ટર તેમ જ ફિલ્મની કાસ્ટ અને ક્રૂની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
રજનીકાંતની પહેલી ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’ ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. આ તામિલ ફિલ્મનું દિગ્દર્શન કે. બાલાચંદરે કર્યું હતું. ફિલ્મમાં કમલ હાસને મુખ્ય ભૂમિકા ભજવી હતી. રજનીકાંતે આ ફિલ્મમાં નાનકડી નેગેટિવ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની રિલીઝને ૫૧ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે.

હવે બનશે જન્નત 3


ઇમરાન હાશ્મીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન 2’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. ફિલ્મને મળી રહેલા સારા પ્રતિસાદ વચ્ચે નિર્માતા વિશેષ ભટ્ટે ‘જન્નત 3’ને લઈને મોટું અપડેટ આપ્યું છે. વિશેષ ભટ્ટે કહ્યું છે કે ‘જન્નત’ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે અને એની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. ‘જન્નત’ ફ્રૅન્ચાઇઝીના અગાઉના બન્ને ભાગમાં ઇમરાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો જેના કારણે હવે ત્રીજા ભાગમાં પણ તે જ હશે એવી ચર્ચા છે.

માલામાલ વીકલીની સીક્વલમાં બે નવા કલાકારોની એન્ટ્રી

અત્યાર સુધીમાં ‘માલામાલ વીકલી’ની સીક્વલ સાથે અનેક મોટા કલાકારોનાં નામ જોડાઈ ચૂક્યાં છે. ફિલ્મમાં રવીના ટંડન, શિલ્પા શિરોડકર અને પરિણીતિ ચોપડા હોવાના રિપોર્ટ છે ત્યારે હવે એમાં વધુ બે કલાકારોની એન્ટ્રી થઈ છે. રિપોર્ટ પ્રમાણે મહેશ માંજરેકરે આ સીક્વલ સાઇન કરી લીધી છે. આ સિવાય ફરદીન ખાન પણ ‘માલામાલ વીકલી’ની સીક્વલમાં જોડાયો હોવાની માહિતી મળી છે. લાંબા સમય બાદ વેબ-સિરીઝ ‘હીરામંડી’થી કમબૅક કરનારો ફરદીન હવે આ ફિલ્મમાં પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે.

OTT જંક્શન

શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રીતિ સૅનનની આ ફિલ્મ ૨૦૧૨ની ‘કૉકટેલ’ની સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. વાર્તામાં કુણાલ અને દિયા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને લગ્નના દબાણથી બચવા માટે સિસિલી જાય છે. અહીં તેમને દિયાની જૂની અને બિન્દાસ મિત્ર ઍલી મળે છે. દિયા આ પછી કુણાલની વફાદારી ચકાસવા માટે ઍલીને તેની સાથે ફ્લર્ટ કરવા કહે છે, પરંતુ ઍલીને ખરેખર કુણાલ માટે લાગણીઓ થવા લાગે છે અને ત્યાર બાદ સંબંધોમાં નવો વળાંક આવે છે.  આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

ભારત ભાગ્ય વિધાતા

કંગના રનૌત અભિનીત આ ફિલ્મ ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તા કામા હૉસ્પિટલનાં ડૉક્ટરો, નર્સો અને સ્ટાફની હિંમત પર કેન્દ્રિત છે. તેઓ આ આતંકી હુમલા દરમ્યાન દર્દીઓને સુરક્ષિત રાખવા માટે હૉસ્પિટલનાં પ્રવેશદ્વારો બંધ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સમજદારીથી અનેક લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં આ સમગ્ર ઘટનાક્રમ વણી લેવામાં આવ્યો છે. આ ફિલ્મ ઝી5 પર સ્ટ્રીમ થઈ રહી છે.

108 બેઝ હૉસ્પિટલ ઉરી

આ ડ્રામા-સિરીઝ યુદ્ધના મોરચે ફરજ બજાવતા ભારતીય સેનાના સર્જનોની ટીમની કહાણી રજૂ કરે છે. સતત જોખમ અને દબાણ વચ્ચે તેઓ ઘાયલ સૈનિકોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરે છે, સાથે જ પોતાની અંગત સમસ્યાઓ અને લાગણીઓનો પણ સામનો કરે છે. આ સિરીઝ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK