Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીના આઠમા મહિને પણ શૂટિંગ કરી રહી છે દીપિકા પાદુકોણ

પ્રેગ્નન્સીના આઠમા મહિને પણ શૂટિંગ કરી રહી છે દીપિકા પાદુકોણ

Published : 11 August, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સીના આઠમા મહિનામાં પણ ‘રાકા’નું શૂટિંગ કરી રહી છે. ડિલિવરી પહેલાં ઑગસ્ટના અંત સુધીમાં પોતાનું છેલ્લું શેડ્યૂલ પૂરું કરવાની તેની યોજના છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ હાલમાં પ્રેગ્નન્ટ છે પણ આમ છતાં તે પોતાનું પ્રોફેશનલ કમિટમેન્ટ નિભાવી રહી છે અને સતત ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ કરી રહી છે. દીપિકાની પ્રેગ્નન્સીનો આઠમો મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બરમાં તે પોતાના બીજા બાળકને જન્મ આપે એવી શક્યતા છે. આવી સ્થિતિમાં દીપિકા ડિલિવરી માટે બ્રેક પર જાય એ પહેલાં ફિલ્મના પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહી છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘દીપિકા ફિલ્મના શૂટિંગમાં ભાગ લઈ રહી છે. તે સેટ પર કલાકો સુધી સમય પસાર કરી રહી છે અને ઇચ્છે છે કે ‘રાકા’નું શૂટિંગ નક્કી કરાયેલા શેડ્યુલ પ્રમાણે સમયસર પૂર્ણ થઈ જાય. જરૂર પડે છે ત્યારે દીપિકા સેટ પર મોડી રાત સુધી પણ કામ કરી રહી છે. દીપિકા ઑગસ્ટના અંત પહેલાં પોતાનું આ છેલ્લું શેડ્યુલ પૂરું કરી શકે છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ મેકર્સ ‘રાકા’ની રિલીઝ-ડેટની જાહેરાત કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK