દીપિકા પાદુકોણ અડધી રાતે ખાઈ રહી છે ખિલજી ન્યુટેલા
દીપિકા પાદુકોણ
રણવીર સિંહે દીપિકા પાદુકોણનો એક ફોટો શૅર કર્યો છે જેમાં તે ન્યુટેલા ખાઈ રહી છે. એ બૉટલ પર ખિલજી લખેલું છે. દેશમાં લૉકડાઉનની સ્થિતિનો લોકો ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે. ઘરમાં રહીને સૌકોઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દીપિકા પણ અવારનવાર વિવિધ ફોટો શૅર કરે છે. એવામાં તેનો ન્યુટેલા ખાતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે ‘અડધી રાતે તે ખિલજીને શોખથી ખાઈ રહી છે. બદલો ખૂબ મીઠો છે.’