Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉકટેલ 2 સાથે મળશે ડબલ સરપ્રાઇઝ

કૉકટેલ 2 સાથે મળશે ડબલ સરપ્રાઇઝ

Published : 17 June, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ અને શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નું ટીઝર ‘કૉકટેલ 2’ સાથે જોડવામાં આવ્યું

`કૉકટેલ 2`નો સીન

`કૉકટેલ 2`નો સીન


શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રિતી સૅનનને ચમકાવતી ‘કૉકટેલ 2’  ૧૯ જૂનથી થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે રિપોર્ટ મુજબ રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’ અને શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નું ટીઝર ‘કૉકટેલ 2’ સાથે જોડવામાં આવ્યું છે. ‘કૉકટેલ 2’ જોવા આવેલા દર્શકોને આ બન્ને ફિલ્મોની પ્રથમ ઝલક પણ જોવા મળશે.

‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ જાણીતા પબ્લિક પ્રૉસિક્યુટર ઉજ્જ્વલ નિકમના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ૭ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’નું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને એમાં શ્રદ્ધા પ્રખ્યાત મરાઠી લોકનાટ્ય કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ ૨૮ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK