Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બિલ્ડિંગ છે કે પછી ઊભું જંગલ?

આ બિલ્ડિંગ છે કે પછી ઊભું જંગલ?

Published : 17 June, 2026 01:23 PM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કન્વેન્શનલ બાલ્કનીઓને બદલે હર્યુંભર્યું સ્કાય ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે

દરેક ફ્લોર પર ચેકરબોર્ડ જેવી પૅટર્ન બનાવી છે

અજબ ગજબ

દરેક ફ્લોર પર ચેકરબોર્ડ જેવી પૅટર્ન બનાવી છે


કેરલમમાં હ્યુઝ ઑફ લાઇફ નામનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. મોટા ભાગે મકાન બનાવતી વખતે નેચરનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ આ મકાનના આર્કિટેક્ચરમાં જ કુદરતને વણી લેવામાં આવી છે. એમાં કન્વેન્શનલ બાલ્કનીઓને બદલે હર્યુંભર્યું સ્કાય ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. દરેક ફ્લોર પર ચેકરબોર્ડ જેવી પૅટર્ન બનાવી છે જેથી આખા બિલ્ડિંગમાં ઍરફ્લો વધુ સારો રહે. સવાલ એ થાય કે હરિયાળીથી ઢંકાઈ ગયેલા આ બિલ્ડિંગમાં રહેતા લોકોના ઘરમાં હવાઉજાશ આવતાં હશે કે નહીં? તો હા, એ માટે જ ચેકરબોર્ડ જેવી પૅટર્નમાં ગાર્ડન ઉગાડવામાં આવ્યું છે. એનાથી દરેક ઘરને હરિયાળી અને ડાયરેક્ટ સનલાઇટ બન્નેનો નજારો સ્પષ્ટ દેખાય છે. એમાં જે વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે એમાં પણ કેરલમની ટ્રૉપિકલ ક્લાઇમેટને ધ્યાનમાં રખાઈ છે. ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ગરમાટો આપે એ પ્રકારનું વેન્ટિલેશન આ બિલ્ડિંગની ખાસિયત છે. સસ્ટેનેબલ આર્કિટેક્ચરના સૅમ્પલ સમાન આ બિલ્ડિંગના દરેક ફ્લોરનાં ગાર્ડન્સ જ્યારે સોળે કળાએ ખીલેલાં હોય છે ત્યારે આખું બિલ્ડિંગ જ એમાં છુપાઈ જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 01:23 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK