ભારતીનું આ નિવેદન ઘણા લોકોને નથી ગમ્યું. આ નિવેદનને કારણે ભારતીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
ભારતી સિંહ
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની બહુ ચર્ચા ચાલી રહી છે. અનેક સેલિબ્રિટીઓએ એમાં હાજરી આપી છે. આ પરિસ્થિતિમાં કૉમેડિયન ભારતી સિંહના એક નિવેદનને કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે અને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
ભારતી સિંહ હાલમાં ‘લાફ્ટર શેફ 2’ હોસ્ટ કરી રહી છે. ફોટોગ્રાફરો સામે ભારતી હંમેશાં મજેદાર વાતો કરતી જોવા મળે છે, પરંતુ આ વખતે મહાકુંભમાં થયેલી ભીડ પર કરેલી કમેન્ટને કારણે તે વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. આ શોમાં જ્યારે ભારતીને પૂછવામાં આવ્યું કે શું તમે મહાકુંભમાં જવાનાં છો? ત્યારે ભારતીએ જવાબ આપ્યો હતો, ‘બેહોશ થઈને મરવા કે વિખૂટા પડવા?’
ADVERTISEMENT
ભારતીનું આ નિવેદન ઘણા લોકોને નથી ગમ્યું. આ નિવેદનને કારણે ભારતીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોને લાગ્યું કે મહાકુંભને બદનામ કરવાનો આ પ્રયાસ છે. કેટલાક યુઝર્સે કહ્યું, કુંભને બદનામ ન કરો. અન્ય એક યુઝરે લખ્યું હતું કે સાચી માહિતી ન હોય તો ખોટી વાતો ન ફેલાવો.
એક યુઝરે ભારતીના અભિગમ પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે ‘જે લોકો મહાકુંભમાં ગયા છે તેઓ શું બેહોશ થઈને મરી ગયા? દરેક વાતને મજાકમાં ન લેવી જોઈએ.’

