લોકોને ઓછી કિંમતમાં અને સન્માન સાથે ભોજન મળી રહે એ માટે એની શરૂઆત કરવામાં આવી હતી
અરિજિતની રેસ્ટોરાંનું નામ હેશેલ
બૉલીવુડમાં અનેક સેલિબ્રિટી પોતાની માલિકીની રેસ્ટોરાં ધરાવે છે પણ એમાં અરિજિત સિંહની રેસ્ટોરાં સ્પેશ્યલ છે. સેલિબ્રિટીઝની તમામ રેસ્ટોરાં એલીટ ક્લાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પણ અરિજિતે એવી રેસ્ટોરાં શરૂ કરી છે જે સામાન્ય લોકો અને ગરીબ વર્ગ માટે બજેટ-ફ્રેન્ડ્લી છે. તેની રેસ્ટોરાંમાં માત્ર ૪૦ રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે જે એની સૌથી મોટી ખાસિયત છે.
અરિજિતની આ રેસ્ટોરાંનું નામ હેશેલ છે અને એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલી છે. સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલી આ રેસ્ટોરાંનું દૈનિક સંચાલન મુખ્યત્વે તેના પિતા ગુરદયાલ સિંહ સંભાળે છે, પરંતુ અરિજિત પોતે પણ એના મૅનેજમેન્ટ પર સતત નજર રાખે છે. અહીં શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારનું ભોજન ઉપલબ્ધ છે. આ રેસ્ટોરાં શરૂ કરવાનો મુખ્ય હેતુ લોકોને ઓછી કિંમતમાં અને સન્માન સાથે ભોજન આપવાનો છે.


