સલમાન ખાન અને સિંગર અરિજિત સિંહ વચ્ચે થોડાં વર્ષો પહેલાં એક અવૉર્ડ-શોમાં ઉગ્ર દલીલબાજી થઈ હતી
સલમાન ખાન અને સિંગર અરિજિત સિંહ
સલમાન ખાન અને સિંગર અરિજિત સિંહ વચ્ચે થોડાં વર્ષો પહેલાં એક અવૉર્ડ-શોમાં ઉગ્ર દલીલબાજી થઈ હતી. આ પછી સલમાનની ફિલ્મ ‘સુલતાન’માંથી અરિજિતનું ગીત દૂર કરવામાં આવ્યું હોવાનો સિંગરે દાવો કર્યો હતો. આ પછી તેમના સંબંધો વણસી ગયા હતા. જોકે વર્ષો પછી સલમાન અને અરિજિત વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે અને હાલમાં સલમાને માન્યું છે કે આ અણબનાવમાં મારી ભૂલ હતી.
હાલમાં ‘બિગ બૉસ 19’ના ‘વીકઍન્ડ કા વાર’ એપિસોડમાં હોસ્ટ તરીકે કૉમેડિયન રવિ ગુપ્તા જોવા મળ્યો હતો. તેણે સલમાનને કહ્યું કે ‘હું અહીં આવવાથી ડરતો હતો, કારણ કે મારો દેખાવ અરિજિત સિંહ જેવો છે.’
ADVERTISEMENT
રવિ ગુપ્તાની વાત સાંભળીને સલમાન ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, ‘અરિજિત અને હું ખૂબ સારા મિત્રો છીએ. અમારી વચ્ચે એક ગેરસમજ હતી અને આ અણબનાવમાં મારી ભૂલ હતી. તેણે મારા માટે ગાયું પણ છે અને હવે તે ‘બૅટલ ઑફ ગલવાન’માં પણ ગાઈ રહ્યો છે.’


