જમાઈ આનંદ આહુજાને ઇમોશનલ બર્થ-ડે વિશ કરી અનિલ કપૂરે
અનિલ કપૂર, જમાઈ આનંદ આહુજા
અનિલ કપૂરના જમાઈ આનંદ આહુજાની મંગળવારે ૪૨મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેના સસરા અનિલ કપૂરે તેને સ્પેશ્યલ શુભેચ્છા આપી છે. અનિલે જમાઈ આનંદ, દીકરી સોનમ કપૂર અને પૌત્ર વાયુ કપૂર આહુજાની સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને નોંધ લખી છે કે ‘જન્મદિવસની શુભેચ્છા આનંદ. તું સૌથી સ્ટાઇલિશ સ્નીકરલવરથી લઈને સૌથી કૅરિંગ પિતા સુધીની બધી જ જવાબદારી બહુ સારી રીતે સંભાળે છે. તું માત્ર સોનમનો પાર્ટનર નથી, પરંતુ અમારા પરિવારનું દિલ છે. તારો પ્રેમ, શાંતિ અને ખુશી અમને ખૂબ ખાસ લાગે છે. ઢગલાબંધ મસ્તી, ડ્રાઇવ, સફર અને પરિવાર સાથે બ્રન્ચ માટે શુભેચ્છાઓ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તને અમારો ગણીને ગર્વ અનુભવીએ છીએ આનંદ આહુજા.’


